સબ ઇન્સ્પેકટર બન્યા બાદ પહેલીવાર વર્દી પહેરીને પોતાના ખેડૂત બાપને ખેતરમાં મળવા માટે પહોંચી દીકરી, વીડિયો બનાવીને કર્યો શેર, જોઈને આંખો ભીની થઇ જશે… જુઓ

સંતાન જયારે માતા પિતાના સપનાને પૂર્ણ કરે છે ત્યારે કેટલી ખુશી હોય છે એ જરા જોઈ લો આ વીડિયોમાં, ભાવુક કરી દેનારી ક્ષણો…

દરેક માતા પિતા એવું ઇચ્છતા હોય છે કે તેમનું સંતાન ખુબ જ આગળ વધે, પ્રગતિ કરે, તેમના દરેક સપનાઓને પૂર્ણ કરે અને આ માટે દરેક વાલીઓ તનતોડ મહેનત કરીને પણ પોતાના સંતાનોને સારું ભણાવતા હોય છે. ત્યારે જયારે આવા બાળકો માતા પિતાના સપનાને પૂર્ણ કરે છે ત્યારે તેમની ખુશી પણ સાતમા આસમાને હોય છે. હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જ્યાં એક દીકરી પોલીસની વર્દી પહેરીને પિતાને ખેતરમાં મળવા માટે જાય છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં સબ ઇન્સ્પેક્ટર બન્યા બાદ એક દીકરી તેના માતા-પિતા સામે આવી. પોલીસ યુનિફોર્મમાં દીકરીને જોઈને માતા-પિતાની ખુશીની કોઈ સીમા ન રહી. જ્યારે માતાએ પુત્રીને ગળે લગાવી, ત્યારે પિતાએ તેના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયો મોનિકા પૂનિયાએ પોતાની યુટ્યુબ ચેનલ પર શેર કર્યો છે. તેને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે. વીડિયોની વિગતોમાં તેણે લખ્યું “આમાં હું મારા પરિવારની પ્રતિક્રિયા તમારી સાથે શેર કરી રહી છું. મારા માતાપિતાને મારી પ્રથમ ભેટ. દિલ્હી પોલીસ સબ ઈન્સ્પેક્ટરના યુનિફોર્મમાં.”

જણાવી દઈએ કે મોનિકા દિલ્હી પોલીસમાં સબ ઈન્સ્પેક્ટર તરીકે કામ કરે છે. તેના વિડિયોમાં, તેણે બતાવ્યું કે જ્યારે તેના માતા-પિતાએ તેને પહેલીવાર સબ-ઇન્સ્પેક્ટરના યુનિફોર્મમાં જોઈ ત્યારે તેમણે કેવી પ્રતિક્રિયા આપી. વીડિયોમાં જોઈ શકાય છે કે મોનિકા જેવી તેની માતાની સામે જાય છે, માતા તેને ગળે લગાવે છે. તે કહે છે કે ‘સ્ટાર લગ ગયે મારી બેટી કો’.

આ પછી મોનિકા તેના પિતાની સામે પહોંચી જાય છે. પિતા ખેતરમાંથી પરત ફરી રહ્યા છે. દીકરીને યુનિફોર્મમાં જોઈને તે પણ ખુશ થઈ જાય છે અને કહે છે “મારી દીકરીને જોઈને મને ખૂબ ગર્વ છે. મોનિકાના પિતા આગળ કહે છે “તમે લોકો પણ તમારી દીકરીને ઘરની બહાર કાઢીને પોતાના જેવી બનાવી દો. તેમણે દીકરીઓને સક્ષમ અને આત્મનિર્ભર બનાવવાનો સંદેશ આપ્યો હતો.”

Niraj Patel