ખબર

પતિ બાંધતો હતો અપ્રાકૃતક સંબંધ, સ્વરૂપવાન અને હોશિયાર પત્નીએ એવો ખેલ ખેલ્યો કે પોલીસ પકડી ગઈ

પતિ ન કરવાની જગ્યાએ રંગરેલિયો કરતો હતો અને દીકરી સામે જ….તસ્વીરોમાં દેખાતી આ પત્નીએ પતિની એવી હાલત કરી કે સાંભળીને તમારી અંદરની આત્મા રાડ પડી જશે

ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી ઘણીવાર હત્યાના ચકચારી બનાવો સામે આવતા રહે છે. ઘણી હત્યા અંગત અદાવતમાં કરવામાં આવે છે તો ઘણી હત્યા માનસિક અને શારરિક ત્રાસને કારણે અથવા તો હેરાનગતિને કારણે કરવામાં આવતી હોય છે. હાલમાં હત્યાનો એક એવો સનસનીખેજ કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક મહિલાએ પતિની ગંદી હરકતોથી પરેશાન થઇને તેની હત્યા કરી દીધી. બંનેના લગ્ન લગભગ 12 વર્ષ પહેલા થયા હતા. પોલીસે જ્યારે પત્નીને કસ્ટડીમાં લીધી ત્યારે હત્યા પાછળનું કારણ જાણીને તે સ્તબ્ધ થઈ ગઈ.ઘટનાની વિગત જોઇએ તો, 30 વર્ષીય જિતેન્દ્રના લગ્ન 12 વર્ષ પહેલા 28 વર્ષની દીપા સાથે થયા હતા. તેમને બે દીકરીઓ છે.

જીતેન્દ્રની શહેરમાં ફળોની દુકાન છે. પોલીસ પૂછપરછ દરમિયાન દીપાએ જણાવ્યું કે પતિ જીતેન્દ્રને દારૂ પીવાની લત હતી. તે તેને ખરાબ રીતે મારતો હતો. ત્યારપછી તેને શારરિક અને માનસિક ત્રાસ આપતો હતો. તેણે તેને ઘણી વખત અટકાવ્યો પણ જીતેન્દ્ર તેની હરકતોથી બાજ આવતો ન હતો. દીપાએ પોલીસને જણાવ્યું કે તે તેની સાથે અપ્રાતિક રીતે સંબંધો બાંધતો હતો. હત્યાની રાત્રે જિતેન્દ્રએ તેની સાથે મારપીટ પણ કરી હતી. તેણે સૂતા પહેલા આત્મહત્યા કરવાનું મન બનાવી લીધું હતું, પરંતુ છોકરીઓ વિશે વિચારીને તેણે તેના પતિની જ હત્યા કરી નાખી. આ હત્યાનો પોલીસે માત્ર 24 કલાકમાં જ ખુલાસો કર્યો હતો.

જિતેન્દ્રની હત્યા તેની પત્ની દીપાએ કરી હતી. દીપા તેના પતિના અત્યાચારથી કંટાળી ગઈ હતી. આરોપી દીપાની વાત સાંભળીને પોલીસ ચોંકી ગઈ, મૃતકના સ્વજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ. સિટી એસએચઓ અનુસાર, મૃતકના ભાઈ વિજેન્દ્ર સૈનીએ રિપોર્ટ નોંધાવ્યો હતો કે તેનો ભાઈ જીતેન્દ્ર નગર શહેરના સિકરી રોડ પર દરગન કોલોનીમાં રહે છે. 22 માર્ચે સવારે જિતેન્દ્ર સૈનીની હત્યા કરવામાં આવી હોવાની માહિતી મળી હતી. આના પર તે પરિવાર સાથે શહેરમાં આવ્યો હતો. ત્યાં જિતેન્દ્ર ખાટલા પર મૃત હાલતમાં પડ્યો હતો.

તેણે મૃતકની પત્ની દીપા પર હત્યાનો આરોપ લગાવ્યો હતો. આ અહેવાલ પછી ઘટનાસ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. મૃતકનો બેકગ્રાઉન્ડ રિપોર્ટ લેવામાં આવ્યો. મૃતક જીતેન્દ્ર અને તેની પત્નીના ફૂટેજની ઝીણવટભરી તપાસ કરવામાં આવી. સીસીટીવી કેમેરાના આધારે જિતેન્દ્ર 21 માર્ચની રાતથી 22 માર્ચની સવાર સુધી ક્યાંય ફરતો જોવા મળ્યો ન હતો. આના પર પોલીસે તેની પત્ની દીપાને પૂછપરછ માટે બોલાવી હતી. દીપાની પૂછપરછ દરમિયાન તે વારંવાર પોતાના નિવેદનો બદલતી રહેતી હતી. જેના કારણે પોલીસની શંકા વધુ ઘેરી બની.

બાદમાં જ્યારે પોલીસે દીપાની કડકાઇથી પૂછપરછ કરી તો તેણે હકિકત જણાવી. દીપાએ જણાવ્યું કે 21 માર્ચની રાત્રે પણ પતિ જિતેન્દ્રએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. દીપા આનાથી કંટાળી ગઈ હતી, જ્યારે જિતેન્દ્રને તેણે ભોજન પીરસ્યું ત્યારે તેણે તેના શાકમાં ઊંઘની ગોળીઓ નાખી. જમ્યા બાદ જ્યારે જીતેન્દ્ર ગાઢ નિંદ્રામાં સરી પડ્યો હતો. તે સમયે દીપાએ કપડા વડે તેનું મોં, નાક અને ગળું ઢાંકી દીધું હતું. બાદમાં છરીના ઘા મારીને તેની હત્યા કરી નાખી હતી. દીપાએ હત્યાની કબૂલાત કર્યા બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી.રાજસ્થાનના ભરતપુર જિલ્લામાંથી આ સનસનીખેજ હત્યાનો બનાવ સામે આવ્યો છે.