ખબર

કેબીસીમાં ગુજરાતની મહિલાએ અમિતાભ બચ્ચનને કહ્યું કંઈક એવું કે બચ્ચનને પોતાની ખુરશી પરથી ઊભા થઇ જવું પડ્યું, જાણો સમગ્ર વિગત

કોન બનેગા કરોડપતિનો શો આજે દુનિયા ભરમાં પ્રતિષ્ઠા પામી રહ્યો છે. આ શૉ દ્વારા ઘણા લોકો મોટી રકમ તો જીતી જ રહ્યાં છે સાથે સાથે આ શૉ જોનારા દર્શકો પણ નવી જાણકારી મેળવીને એટલા જ ખુશ થઈ રહ્યાં છે. દર્શકોને દેશમાં રહેલા ઘણા લોકોના અંગત જીવન વિશે પણ આ કાર્યક્રમ દ્વારા જાણવા મળી રહ્યું છે. ઘણા લોકો આ કાર્યક્રમ નિહાળી ભાવુક પણ થતા હોય છે.

Image Source

અમિતાભ બચ્ચન આ કાર્યક્રમમાં હોટ સીટ ઉપર પહોંચનાર વ્યક્તિઓ સાથે માત્ર પ્રશ્નોત્તરી જ નથી કરતાં, પરંતુ તેમના અંગત જીવન વિશે પણ દુનિયાને માહિતગાર કરે છે. સાથે એમની સાથે હળવા અંદાજમાં મઝાક પણ કરતાં હોય છે.

Image Source

ત્યારે ફાસ્ટેટ ફિંગર ફ્રસ્ટનો જવાબ આપીને કેબીસીની હોટ સીટ ઉપર પહોંચેલી ગુજરાતના અમદાવાદની એક મહિલાએ અમિતાભ બચ્ચનને કહ્યું કંઈક એવું કે બચ્ચન પોતાની ખુરશીમાંથી ઊભા થઇ ગયા.

Image Source

અમદાવાદમાં ICDS (બાળ કલ્યાણ વિભાગ)માં સુપરવાઈઝર તરીકે કામ કરનારા ચાંદની મોદી જયારે ફાસ્ટેસ્ટ ફિંગર ફ્રસ્ટનો જવાબ આપીને બચ્ચન સામે હોટ સીટ ઉપર બેઠા ત્યારે ચાંદનીએ કહ્યું કે “હોટ સીટ ઉપર તો બધા જ બેસી શકે છે, મારું સપનું તો તમારી સીટ ઉપર બેસવાનું છે.”

Image Source

ચાંદની મોદીની આ વાત સાંભળી અને અમિતાભ બચ્ચન પોતાની સીટ ઉપરથી ઉભા થઇ ગયા અને ચાંદનીને પોતાની સીટ ઉપર બેસાડી. બચ્ચનની સીટ ઉપર બેઠા બાદ ચાંદની ખુબ જ ખુશ થઈ ગઈ. સમગ્ર વાતાવરણ ભાવુક બની ગયું અને દર્શકો તાળીઓના ગડગડાટ કરી મૂક્યા.

Image Source

આના પહેલા જ ચાંદનીએ અમિતાભ બચ્ચનને જણાવ્યું કે “મારો સમગ્ર પરિવાર અહીંયા તમને મળવા માટે આવ્યો છે.” તો તેના જવાબમાં હળવા અંદાજથી બચ્ચને કહ્યું: “તમે જુઠ્ઠું બોલી રહ્યા છો, એ તો પોતાની દીકરીને જોવા આવ્યો છે.” આ વાત સાંભળીને પણ દર્શકો ખુશ થયા હતા અને સૌના ચહેરા ઉપર હાસ્ય ફરી વળ્યું હતું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.