ખબર

જાણો કોણ છે આ મહિલા જે વિંગ કમાંડર અભિનંદન સાથે વાઘા બોર્ડર સુધી આવી હતી….

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનના સ્વદેશ પરત ફરવા પર આખો દેશ ખુશ છે. તેમના પાકિસ્તાનમાં પકડાઈ ગયાના 60 કલાક બાદ જ પાકિસ્તાની અધિકારીઓએ અમૃતસરની વાઘા બોર્ડર પર અભિનંદનને ભારતને સોંપી દીધા હતા.આ દરમ્યાન વિંગ કમાન્ડર અભિનંદન સાથે એક મહિલા પણ હતા. બધા જ લોકોની નજરો આ મહિલા પર ટકેલી હતી કે આખરે આ મહિલા છે કોણ? લોકોનું માનવું હતું કે આ મહિલા અભિનંદનની પત્ની કે તેમના પરિવારની કોઈ સભ્ય હશે. પરંતુ એવું નથી. આ મહિલા પાકિસ્તાનના વિદેશ મંત્રાલયમાં એક ઉચ્ચ અધિકારી છે.આ મહિલા પાકિસ્તાનના વિદેશ કાર્યાલયમાં ડિરેક્ટર ડૉ. ફરિહા બુગતી છે. ડોકટર બુગતી એક પાકિસ્તાની વિદેશ સેવા (FSP) અધિકારી છે, જેમનો દરજ્જો ભારતના વિદેશ (IFS) અધિકારી બરાબર જ છે. તેઓ પોતાના વિદેશ કાર્યાલયમાં ભારતની બાબતો સાંભળવાના પ્રભારી છે.જણાવી દઈએ કે ડૉ. ફરિહા બુગતી પાકિસ્તાનની જેલમાં કેદ ભારતીય જળસેનાના પૂર્વ અધિકારી કુલભૂષણ જાધવનો મુદ્દો પણ સંભાળનાર મુખ્ય પાકિસ્તાની અધિકારીઓમાંથી એક છે. કુલભૂષણ જાધવ પર ભારતીય જાસૂસ હોવાનો આક્ષેપ લાગ્યો છે. ગયા વર્ષે ઇસ્લામાબાદમાં જાધવ, તેમની પતિ અને માતાની મુલાકાત દરમ્યાન પણ તેઓ હાજર રહયા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks