પોતાનાથી 12 વર્ષ નાની યુવતી સાથે ચાલી રહ્યું છે હ્રતિકનું ચક્કર, ખુબસુરતીમાં નંબર 1 છે જુઓ
બોલિવૂડ એક્ટર હ્રતિક રોશન અને સબા આઝાદ વચ્ચેના સંબંધોના સમાચાર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચામાં છે. બંને ઘણીવાર એકસાથે જોવા મળે છે. જો કે, બંને સ્ટાર્સે હજુ સુધી તેમના સંબંધો અંગે કોઈ નિવેદન આપ્યું નથી. હ્રતિક અને સબા હાલમાં જ મુંબઈની એક રેસ્ટોરન્ટની બહાર જોવા મળ્યા હતા, જેના પછી બોલિવૂડના કોરિડોરમાં એવા સમાચારો ફેલાયા છે કે બંને વચ્ચે કંઇક રંધાઇ રહ્યુ છે.હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર બંનેને એકબીજા સાથે હાથ પકડીને ચાલતા જોઈને એ વાતની પુષ્ટિ થઈ હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ડિનર ડેટ સિવાય સબાની હ્રતિકના પરિવાર સાથેની તસવીરો પણ વાયરલ થઈ છે.
જેના પરથી સ્પષ્ટ હતું કે આ અભિનેત્રી માત્ર હ્રતિકના જીવનની જ નહીં પરંતુ તેના પરિવારની પણ નજીક આવી ગઈ છે. આ દરમિયાન ચાહકોમાં એ જાણવાની ઈચ્છા છે કે આખરે સબા આઝાદ કોણ છે ? સબા આઝાદ એક અભિનેત્રી, ગાયક તેમજ પ્રખ્યાત થિયેટર કલાકાર છે. સબા આઝાદ એક મોટા થિયેટર હાઉસની છે. સબા આઝાદ સ્ટ્રીટ થિયેટર કલાકાર અને દિગ્દર્શક સફદર હાશ્મીની ભત્રીજી છે. સબા આઝાદ સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી જ થિયેટર સાથે જોડાઈ હતી. તે પછી તેણે કલાકાર તરીકે કામ કરવાનું શરૂ કર્યું.
અહીં રહીને સબા આઝાદે શોર્ટ ફિલ્મ ગુરુરમાં કામ કર્યું હતું. સબા આઝાદનો જન્મ 1 નવેમ્બર 1990ના રોજ દિલ્હીમાં થયો હતો. તેનું પ્રારંભિક શિક્ષણ પણ દિલ્હીમાં જ થયું હતું. આ પછી સબાએ થિયેટર આર્ટિસ્ટ તરીકે પોતાની સફર શરૂ કરી. સબાએ વર્ષ 2008માં ફિલ્મ ‘દિલ કબડ્ડી’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જેમાં તે રાહુલ બોસ સાથે જોવા મળી હતી. જોકે સબાને અસલી ઓળખ વર્ષ 2011માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મુઝસે ફ્રેન્ડશિપ કરોગે’થી મળી હતી. ફિલ્મોની સાથે સાથે સબા ઘણી શોર્ટ ફિલ્મોમાં પણ જોવા મળી છે.
તે સૌપ્રથમ શોર્ટ ફિલ્મ ‘ગુરુ’માં જોવા મળી હતી, જેનું નિર્દેશન ઈશાન નાયર દ્વારા કરવામાં આવ્યું હતું. સબા છેલ્લે 2021માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફીલ્સ લાઈક ઈશ્ક’માં જોવા મળી હતી. વર્ષ 2010માં, સબાએ પોતાની એક થિયેટર કંપની ખોલી. જેને તેણે ‘ધ સ્કિન્સ’ નામ આપ્યું છે. આમાં તેણે ‘લવપુક’ નામનું પહેલું નાટક ડિરેક્ટ કર્યું હતું. સબાને એક્ટિંગ સિવાય સિંગિંગનો પણ શોખ છે. સબાએ 2013માં ‘ધૂમ એન્થમ’, ‘નૌટંકી સાલા’, ‘ડિટેક્ટીવ વ્યોમકશ બક્ષી’, ‘શાનદાર’, ‘કારવાં’ અને ‘મર્દ કો દર્દ નહીં હોતા’ જેવી ફિલ્મોમાં ગીતો ગાયા છે.
સબા આઝાદ ઘણી એડ ફિલ્મોમાં પણ જોવા મળી છે. દિલ્હીમાં ઉછરેલી, સબાએ તેની અભિનય કારકિર્દીની શરૂઆત તેના કાકાના થિયેટર જૂથ જન નાટ્ય મંચ સાથે કરી હતી. જ્યાં તેણે હબીબ તનવીર અને એમકે રૈના સાથે કામ કર્યું હતું. સબા તેની આંખોમાં કંઈક મોટું કરવાના સપના સાથે મુંબઈ આવી ગઈ, જ્યાં તેણે પૃથ્વી થિયેટરમાં મકરંદ દેશપાંડે દ્વારા નિર્દેશિત ટુ મેન શોમાં કામ કર્યું.
View this post on Instagram
આ પછી સબાએ ઈશાન નાયર દ્વારા નિર્દેશિત શોર્ટ ફિલ્મ ગુરૂરમાં એક ખાસ પાત્ર ભજવ્યું હતું. સબા આઝાદે ઓડિસી, ક્લાસિકલ, બેલે, જાઝ, લેટિન તેમજ કન્ટેમ્પરરી ડાન્સ ફોર્મ્સની તાલીમ લીધી છે. આ દરમિયાન તેણે તેના મેન્ટર કિરણ સહગલ સાથે ઈંગ્લેન્ડ, કેનેડા અને નેપાળ સહિત ઘણા દેશોમાં પરફોર્મન્સ પણ આપ્યું છે. વર્ષ 2012માં તેણે અભિનયની સાથે સંગીતમાં પણ મહારત મેળવી છે.
View this post on Instagram
સબા એક ઈલેક્ટ્રો ફંક સંગીતકાર છે. તે મુંબઈના બેન્ડ મેડબોયની ગાયિકા છે. તેણે 2012માં નસીરુદ્દીન શાહના પુત્ર ઈમાદ શાહ સાથે મળીને આ બેન્ડની રચના કરી હતી. તે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર તેના સિંગિંગ પરફોર્મન્સ શેર કરે છે.