મનોરંજન

દેશનો પહેલો ઇન્ડિયન આઇડલ અભિજીત સાવંત થઇ ગયો છે ગાયબ… લાઇમલાઇટથી રહે છે દૂર

“ઇંડિયન આઇડલ”નો પહેલો વિનર કેવી હાલતમાં જિંદગી જીવી રહ્યો છે? જુઓ PHOTOS

અભિજીત સાવંતને “ઇંડિયન આઇડલ”ના પહેલા વિનર તરીકે ઓળખવામાં આવે છે, અને યાદ પણ કરવામાં આવે છે. 7 ઓક્ટોબર 1981ના રોજ મુંબઇમાં અભિજીતનો જન્મ થયો હતો. તેણે ના માત્ર “ઇન્ડિયન આઇડલ” શો જીત્યો પરંતુ “જો જીતા વો હી સુપરસ્ટાર” અને “એશિયન આઇડલ”માં પણ સેકંડ રનરઅપ રહ્યો છે. (Image Credit/Instagram-abhijeetsawant73)

પ્લેબેક સિંગર અભિજીત સાવંતે ગયા વર્ષે તેનો 39મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. રિયાલિટી શો “ઇંડિયન આઇડલ”ના પહેલા સીઝનથી કરિયરની શરૂઆત કરનાર અભિજીત આ શોના વિનર રહ્યા હતા. જયારે તેઓ આ શોના વિનર બન્યા તેમને ઘણો સારે પુશ મળ્યો હતો પંરતુ આજે અભિજીત કયાંક ગાયબ થઇ ગયો છે અને તે લાઇમલાઇટથી પણ દૂર રહે છે.

7 ઓક્ટોબર 1981ના મુંબઇના શાહુનગર જિલ્લામાં મોટા થયેલા અને અહીં તેમનો સંગીતનો શોખ વધ્યો. ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે સંગીતને જ એકમાત્ર રસ્તો બનાવી લીધો. ઇન્ડિયન આઇડલ જીત્યા બાદ ‘આપકા અભિજીત’ નામનો એક આલ્બમ તેણે લોન્ચ કર્યો હતો અને તે જ વર્ષે તેણે ફિલ્મ “આશિક બનાયા આપને” માટે પણ ગાયુ હતુ.

અભિજીતે શો જીત્યા બાદ કેટલીક મોટી ફિલ્મોમાં ગીત ગાયા પરંતુ સમય સાથે સાથે તેઓ ગાયબ થતા ગયા. વર્ષ 2009માં તેમણે ફિલ્મ “લોટરી”માં કામ કર્યુ જે ફ્લોપ રહી અને તે ફિલ્મ “તીસ માર ખાં”માં પણ જોવા મળ્યા હતા. જો કે, અક્ષય કુમાર સ્ટારર આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી નહિ.

અભિજીત સાવન આજકાલ કંઇ ખાસ ચર્ચામાં રહેતા નથી. એક સમય એવો હતો કે લોકોના મોં પર તેનું નામ હતુ અને ધીમે ધીમે તેની પોપ્યુલારિટી ઘટતી ગઇ. “ઇંડિયન આઇડલ”ની શરૂઆત વર્ષ 2005માં થઇ હતી અને દેશને પહેલો ઇન્ડિયન આઇડલ અભિજીત સાવંત મળ્યો હતો.

અભિજીતે 130 કન્ટેસ્ટન્ટને ટક્કર આપી અને પહેલા તેણે ટોપ 11માં જગ્યા બનાવી અને પછી બધાને પાછળ છોડી ટ્રોફી પોતાના નામે કરી. અભિજીતે પોતાનો આલ્બમ લોન્ચ કર્યો હતો તેમાં “મોહબ્બતે લૂંટાઉંગા” સુપરહિટ રહ્યુ હતુુ.

અભિજીત તેની પત્ની સાથે “નચ બલિયે 4″માં જોવા મળ્યા હતા. તેમણે ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો હતો. અભિજીત સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અને વીડિયો શેર કરતો રહે છે.

સમયની સાથે અભિજીત ગાયબ થઇ ગયો. તેણે સ્પ્રેમિંટની એડમાં કામ કર્યુ અને ટીવી શો સીઆઇડીમાં પણ જોવા મળ્યા. એકવાર જયારે તેના કરિયરની ગાડી ધીમી પડી ગઇ તો તે ગાયબ થવા લાગ્યા.