જ્યોતિષ શાસ્ત્ર

જો આવા 12 શુભ સંકેત દેખાય તો સમજી જવું કે તમારું નસીબ ચમકવાનું છે

પુરાણોમાં જણાવ્યું છે કે ક્યારેય ખરાબ સમય અથવા ખરાબ નસીબથી વ્યક્તિએ ડરવું ન જોઈએ. જેવી રીતે રોજ રાત પછી સૂર્યની એક કિરણ નવી સવાર લાવે છે તેવી જ રીતે આ ખરાબ સમય તમારા જીવનમાં કાયમ નથી રહેવાનો.

દરેક વ્યક્તિના જીવનમાં ભગવાન એવા સંકેત આપે છે જે તમારો ખરાબ સમય પૂરો અને સારો સમય શરુ થવાનો સંકેત આપે છે. આ સંકેતો ભગવાન પ્રકૃતિ દ્વારા મોકલે છે. આપણને આ સંકેત રોજિંદા જીવનમાં જોવા મળે છે પણ આપણે તેને સમજી શકતા નથી. તો ચાલો જણાવીએ ક્યાં સંકેત મળે છે ભગવાન દ્વારા.

સવારે ઉઠીને:

Image Source

સવારે ઉઠીને ક્યારેય પોતાનું મોઢું અરીસામાં ન જોવું જોઈએ. તે અશુભ માનવામાં આવે છે. સવારે ઉઠીને વ્યક્તિએ દેવી, દેવતા અને ગુરુનું ધ્યાન કરવું જોઈએ, તેના પછી પોતાનો ચહેરો પાણી વડે ધોયા પછી જ અરીસામાં પોતાનું મોઢું જોવું જોઈએ. વાસ્તુ વિજ્ઞાનમાં કહેવામાં આવ્યું છે કે જો સવારે ઉઠીને તમને પથારી પરથી પગ જમીન પર મુકતા સમયે પૈસા મળે તો તે શુભ માનવામાં આવે છે. એ પૈસા સાચવીને તમારી જોડે રાખવા.

આંખ ફરકવી:
આંખ ફરકવાથી પણ સંકેત મળે છે. આંખ ફરકવા વિશે રામાયણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જયારે સુગ્રીવ અને શ્રીરામ મળ્યા ત્યારે બાલીની ડાબી આંખ ફરકી હતી. જો પુરુષોની ડાબી આંખ ફરકે તો તેને અશુભ માનવામાં આવે છે પણ મહિલાઓની ડાબી આંખ ફરકે તો તેને શુભ માનવામાં આવે છે. તેમ જ પુરુષોની જમણી આંખ ફરકવી શુભ માનવામાં આવે છે. જયારે પુરુષોની જમણી આંખ નીચેની બાજુએ ફરકવી શુભ માનવામાં આવે છે.

ગાય:

Image Source

કોઈ પણ વ્યક્તિના ઘરના મુખ્ય દરવાજા પર ગાય આવીને ભાંભરે તો સમજી જવું કે ઘરના દરેક વ્યક્તિના દુઃખ દૂર થવાના છે. તેમને જીવનમાં ખુશીઓ આવશે. તેમનો સારો સમયે શરુ થશે.

બિલાડીના બચ્ચા:
જેના ઘરે બિલાડી રહે અને બચ્ચાને જન્મ આપે તો તે શુભ ગણવામાં આવે છે. જો આવું તમારા ઘરે થાય તો લાંબા સમયથી અટકેલા બધા જ કાર્યમાં સફળતા મળશે.

વાંદરો:

Image Source

કેરીનાં ઝાડ પરથી કોઈ વાંદરો કેરી ખાઈને ગોટલો તમારા ઘરે નાખે તો સમજી જવું કે કંઈક શુભ થવાનું છે આવું થાય તો તમારા ઘરે સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વધારો થશે.

કાળી કીડી:
કાળી કીડી જેના પણ ઘરે ટોળામાં ફરતી હોય અથવા દીવાલ પર એક લાઈનમાં જતી જોવા મળે તો સમજવું કે ઘરમાં બરકત આવશે.

રાતે ઊંઘતા પહેલા:
રાતે ઊંઘવા જતા સમયે ગાયનો અવાજ સંભળાય તો સમજી જવું કે ધન લાભ થવાનો છે.

પક્ષીઓ:

Image Source

જો તમારા ઘરના આંગણામાં અથવા અગાશી પર મોર અથવા નીલકંઠ જેવા કોઈ પક્ષી આવે તો સમજવું કે ભગવાન તમારા ઘરે આવી રહ્યા છે.

પાણી:
સપનામાં એકદમ સાફ પાણીમાં તમારું પ્રતિબિંબ દેખાય તો તમને ધન લાભ થવાનો છે. આવું થાય તો તમારા બધા જ બગડેલા કામ સારા થઇ જશે.

ઇન્ટરવ્યૂમાં:
જો તમે ઇન્ટરવ્યૂ આપવા જતા હોવ અને તમને રસ્તામાં ગાય અથવા નારિયેળ દેખાય તો તમને ઇન્ટરવ્યૂમાં સફળતા મળશે.

હરિયાળી:

Image Source

જો તમારા સપનામાં હરિયાળી જોવા મળે અથવા પ્રકૃતિ જોવા મળે તો તે શુભ માનવામાં આવે છે. જો તમને પાણીમાં કોઈ પણ પ્રકારની હરિયાળી જોવા મળે તો તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે.

પૂજા:
જો પૂજા કરતા વખતે ભગવાનની મૂર્તિ પર ચડાવેલું ફૂલ અથવા પાન પડી જાય તો એવું સમજવું કે ભગવાન તમારાથી ખુશ થયા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.