ખબર

વોડાફોન IDEA ના ગ્રાહકો માટે ખરાબ સમાચાર: ખિસ્સું ખાલી કરવા તૈયાર થઇ જાઓ- જાણો વિગત

રિલાયન્સ જીઓના ગ્રાહકોને માર પડયા બાદ દેશની ટેલિકોમ કંપનીઓ વોડાફોન -આઈડિયા અને એરટેલના ગ્રાહકોને વધુ એક માર પડ્યો છે. વોડાફોન-આઈડિયા અને એરટેલના ગ્રાહકોને રિચાર્જ કરાવવા માટે ખિસ્સામાંથી વધુ પૈસા ખંખેરવા પડશે.

સોમવારે વોડાફોન-આઈડિયાએ કહ્યું હતું કે, ગ્રાહકોને વિશ્વસ્તરીય ડિજિટલ અનુભવ પ્રદાન કરવા માટે વોડાફોન અને આઈડિયાએ તેના ટેરિફ પ્લાનમાં બદલાવ કરશે. આ બદલાવ 1 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. તો બીજી તરફ એરટેલે પણ આગામી ડિસેમ્બરથી તેના પ્લાનમાં બદલાવ કરશે.

Image Source

આઈડિયા-વોડાફોને દાવો કર્યો હતો કે, આખી દુનિયામાં સૌથી સસ્તો મોબાઈલ ડેટા ભારતમાં જ છે. મોબાઈલ ડેટાની સૌથી વધુ માંગ લગાતાર છે. કંપની ડેટા વગર એક મહિનાની સર્વિસ 24 રૂપિયામાં આપે છે તે ડેટા સાથે ઓછામાં ઓછા 33 રૂપિયા ચૂકવવા પડે છે. વધુમાં કંપનીએ કહ્યું હતું કે, દેશભરમાં માર્ચ 2020 સુધીમાં 4G સેવા ઉપલબ્ધ કરવા માટે નેટવર્ક અને કવેરજની ક્ષમતા વધારવામાં આવી રર્હી છે.

જણાવી દઈએ કે, કંપનીએ ગત બીજા ત્રિમાસિક ગાળામાં 50,922 કરોડ રૂપિયાની ખોટ ખાધી છે. કોઈ ભારતીય કંપની માટે આટલું મોટું નુકસાન એક પડકાર છે.

Image Source

એરટેલે જણાવ્યું હતું કે, અમે ડિસેમ્બર મહિનામાં પ્લાનમાં ભાવ વધારો કરીશું. જણાવી દઈએ કે, ભારતી એરટેલે ચાલુ વર્ષની બીજા ત્રિમાસિક ગાલમાં 23,045 કરોડની ખોટ કરી છે.

સુપ્રીમ કોર્ટ ગત માસે સરકારના પક્ષમાં ફેંસલોઃ લઈને કહ્યું હતું કે, વોડાફોન અને આઈડિયા સહીત બધી ટેલિકોમ કંપનીઓએ દુરસંચાર વિભાગને રકમ ચુકવવાનો નિર્દેશ કર્યો હતો.

Image Source

કંપનીના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ટેલિકોમ કંપની હાલ વિકટ પરિસ્થતિનો સામનો કરી રહી છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.