દીકરી વામિકા સાથે સ્પોટ થયા અનુષ્કા શર્મા-વિરાટ કોહલી, લાડલીની ક્યુટ વોક અને લાંબા વાળ પર અટકી બધાની નજર- જુઓ વીડિયો

અનુષ્કા અને વામિકા સાથે ન્યુયોર્કમાં જોવા મળ્યો કિંગ કોહલી, વાયરલ થયો હોટલનો વીડિયો

ટીમ ઈન્ડિયા આ દિવસોમાં T20 વર્લ્ડ કપ 2024 માટે ન્યૂયોર્કમાં છે. સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી પણ ટીમ ઈન્ડિયા સાથે છે. કોહલી આયર્લેન્ડ સામે કંઈ ખાસ કરી શક્યો નહોતો. આ પછી રવિવારે પણ પાકિસ્તાન સામે મેદાનમાં કંઇ ખાસ પ્રદર્શન જોવા મળ્યુ. જો કે, ટીમ ઇન્ડિયાના બોલરોના શાનદાર પ્રદર્શનથી પાકિસ્તાનને 6 રનથી હરાવી ભારતે જીત મેળવી. ત્યારે હવે કોહલીનો એક વીડિયો સામે આવ્યો છે.

જેમાં તે પત્ની અનુષ્કા શર્મા અને પુત્રી વામિકા સાથે જોવા મળી રહ્યો છે. કોહલી પરિવારનો આ વીડિયો ન્યૂયોર્કની એક હોટલનો હોવાનું કહેવામાં આવી રહ્યુ છે. વીડિયોમાં કોહલી અને અનુષ્કા દીકરી વામિકાનો હાથ પકડીને ચાલતા જતા જોવા મળે છે. આ વીડિયો ટીમ ઈન્ડિયાની હોટલનો છે. ફેન્સ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને કોમેન્ટ્સ કરી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. વિરાટ કોહલીના ફેન પેજ પરથી શેર કરવામાં આવેલા વીડિયોમાં વામિકા વ્હાઇટ ટોપ અને ડેનિમ જીન્સમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે

. તેની લાંબી પોનીટેલ અને ક્યુટ વોક લોકોનું ધ્યાન ખેંચી રહી છે. વીડિયો જોયા પછી લોકો વામિકાની ક્યૂટનેસના વખાણ કરતા થાકતા નથી. જણાવી દઈએ કે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી પોતાના અંગત જીવનને લાઈમલાઈટથી દૂર રાખવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં કપલ પોતાના બંને બાળકોને કેમેરાથી દૂર રાખે છે.

જો કે, એક મેચ દરમિયાન ફેન્સને વામિકાની એક ઝલક ચોક્કસથી મળી હતી, જે પછી બધા તેની તુલના તેના પિતા કોહલી સાથે કરવા લાગ્યા હતા. પરંતુ આ પછી અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દીકરી વામિકાનો ચહેરો ક્યારેય જોવા મળ્યો નથી. જો કે, વામિકાની ઝલક સોશિયલ મીડિયા પર અવારનવાર જોવા મળે છે. વામિકાની ઝલક તો ચાહકોને જોવા મળી છે પણ વામિકાના નાના ભાઈ અકાયની એક પણ ઝલક સામે આવી નથી.

Shah Jina