ભારત-પાકિસ્તાનની મેચમાં આ પાકિસ્તાની સુંદર હસીના એ મચાવી ધમાલ, ગળામાં વિરાટનું લોકેટ જોઈને લોકો હક્કાબક્કા રહી ગયા, જુઓ વીડિયો
Pakistani Fan Wore Virat Kohli Pendant : ભારત-પાકિસ્તાન T20 વર્લ્ડ કપની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. આ મેચમાં ભારતે તેની બીજી જીત નોંધાવી હતી, જે બાદ પાકિસ્તાનની આગામી રાઉન્ડમાં જવાની આશાઓ હવામાં લટકતી જોવા મળી રહી છે. ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત આ મેચ માત્ર ગેમપ્લે માટે જ યાદગાર ન હતી પરંતુ એક પાકિસ્તાની મહિલા પ્રશંસકને કારણે હેડલાઈન્સ પણ બની હતી.
આ પાકિસ્તાની છોકરી વિરાટ કોહલીની મોટી ફેન છે. મેચ દરમિયાન તેણે ગળામાં એક લોકેટ પહેર્યું હતું જેના પર વિરાટ કોહલીની તસવીર અને જર્સી નંબર 18 લખેલું હતું. હવે આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેને X પર @ImTanujSingh હેન્ડલથી શેર કરવામાં આવ્યું છે. આ તસવીરમાં લોકેટ પર વિરાટ કોહલીની તસવીર સ્પષ્ટ દેખાઈ રહી છે.
તેમજ લોકેટ પર 18 લખેલું છે જે વિરાટ કોહલીનો જર્સી નંબર છે. આને શેર કરતી વખતે કેપ્શનમાં લખવામાં આવ્યું છે – ગઈકાલે ન્યુયોર્ક સ્ટેડિયમમાં એક પાકિસ્તાની પ્રશંસકે ગળામાં વિરાટ કોહલીની તસવીર સાથેનું લોકેટ પહેર્યું હતું. કિંગ કોહલીનો ક્રેઝ ઘણો વધારે છે, તે દરેકનો ફેવરિટ છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
View this post on Instagram
આ ઉપરાંત આ પાકિસ્તાની યુવતીનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ યુવતીના સોશિયલ મીડિયા પ્રમાણે તેનું નામ લવ કહાની છે. તેના સોશિયલ મીડિયા પર 5.8 મિલિયન જેટલા ફોલોઅર્સ છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થતા જોવા મળે છે.
View this post on Instagram