આખરે સામે આવી જ ગયો વિરાટ કોહલી અને અનુષ્કાની દીકરી વામિકાનો ચહેરો? વાયરલ થઇ રહી છે તસવીર…જાણો સત્ય

ક્રિકેટર વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની જેમ તેની નાની પુત્રી વામિકા પણ ઘણી લોકપ્રિય બની ગઇ છે. વિરાટ અને અનુષ્કાએ હજુ સુધી દીકરી વામિકાનો ચહેરાને બતાવ્યો નથી. આવી સ્થિતિમાં, ચાહકો તેમની પુત્રીની પ્રથમ ઝલક જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. આ દરમિયાન વિરાટ કોહલીની એક નાની બાળકી સાથે તેની આ સેલ્ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સેલ્ફી જોઈને ચાહકો એવું માની રહ્યા છે કે વિરાટ કોહલીએ તેની દીકરી વામિકાને ખોળામાં લીધી છે.

આ સાથે આ તસવીર ખૂબ જ વાયરલ થઇ રહી છે. જો કે, અમે તમને જણાવી દઈએ કે આ સાચું નથી. વિરાટના ખોળામાં તેની પુત્રી વામિકા નથી, પરંતુ વિરાટની આ તસવીર ઘણી જૂની છે, અને વર્ષ 2017ની છે. જે તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. વિરાટ કોહલીના ખોળામાં જોવા મળતી આ છોકરી પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ અને અભિનેત્રી ગીતા બસરાની પુત્રી હિનાયા છે.

તમને જણાવી દઈએ કે વિરાટ અનુષ્કાની દીકરી લગભગ 11 મહિનાની છે અને આ સ્ટાર કપલે હજુ સુધી ફેન્સને દીકરીનો ચહેરો દેખાડ્યો નથી. વામિકા જયારે 6 મહીનાની થઇ ત્યારે અનુષ્કા શર્માએ તેની પુત્રી સાથે રમતી તસવીરો ચાહકો સાથે શેર કરી હતી.

અનુષ્કા પણ તેની પુત્રી સાથે ઘણી વખત સ્પોટ થઈ છે અને તેણે ચાહકો સાથે ઘણી તસવીરો પણ શેર કરી છે પરંતુ કોઈ વામિકાના ચહેરાને જોઈ શકતું નથી. અનુષ્કા શર્માએ સૌથી પહેલી તસવીર સાથે દીકરીનું નામ જાહેર કર્યું. તમને જણાવી દઈએ કે દીકરીના જન્મથી જ અનુષ્કા પોતાનો બધો સમય તેના ઉછેરમાં આપી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Virat Kohli (@virat.kohli)

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના પરિવારના સમયની તસવીર ચાહકોને પસંદ આવી રહી છે. તેમની આ તસવીરો મિનિટોમાં વાયરલ થઈ જાય છે.

Shah Jina