ખબર

વિજય માલ્યા કઈ યુવતીને લઈને ભારત-ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ મેચ જોવા આવ્યો? નામ જાણીને વિશ્વાસ નહિ આવે

લંડનમાં રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા ગયેલા શરાબના કારોબારી અને ભારતના ભાગેડુ જાહેર થયેલા વિજય માલ્યાને લોકોએ ઘેરી લીધો અને ચોર-ચોરના નારા લગાવ્યા. બેંકોના 9 હજાર કરોડ લઈને લંડન ભાગી ગયેલા વિજય માલ્યા રવિવારના રોજ ભારત-ઓસ્ટ્રેલિયાની મેચ જોવા પહોંચ્યા હતા. મેચ ખતમ થયા બાદ જેવા એ સ્ટેડિયમથી બહાર આવ્યા તો લોકોએ તેમને ઘેરી લીધા હતા. આ સમયે તેમની સાથે તેમની ગર્લફ્રેન્ડ પિંકી લાલવાની અને માતા લલિતા પણ હતા.

Image Source

લગભગ 100 ભારતીય ક્રિકેટ પ્રેમીઓએ આ સમયે તેમને ઘેરીને ‘ચોર છે, ચોર છે’ એવા નારા લગાવ્યા હતા. હાજર કેટલાક લોકોએ આ દ્રશ્યને પોતાના ફોનમાં રેકોર્ડ પણ કરી લીધું હતું. ભીડના લોકોએ તેને બેંકોની રકમ પાછી આપવા કહ્યું. માલ્યાએ મીડિયાને કહ્યું, ‘હું ફક્ત મેચ જોવા આવ્યો છું. હું ઈચ્છું છું કે મારી માતાને કોઈ નુકસાન ન પહોંચે.’

Image Source

ભીડમાં એક વ્યક્તિએ બૂમો પાડીને કહ્યું, ‘મર્દ બનો, દેશની માફી માંગો’ આના પર માલ્યાએ જવાબ આપ્યો, ‘ધન્યવાદ, ઓલ ધ બેસ્ટ.’ તો બીજા એક વ્યક્તિએ કહ્યું કે તું ચોર છે. વિજય માલ્યાના આ સમયના વિડીયો અને તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહયા છે.

નોંધનીય છે કે ગયા વર્ષે પણ માલ્યા ભારત-ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચ જોવા ઓવલ પહોંચ્યા હતા તો એ સમયે પણ તેને લોકોના ચોર-ચોરના નારાઓનો સામનો કરવો પડ્યો હતો. 2017માં પણ ચેમ્પિયન્સ ટ્રોફી દરમ્યાન તે મેચ જોવા સ્ટેડિયમ પહોંચ્યા હતા ત્યારે પણ લોકોએ તેના વિરુદ્ધ નારે બાજી કરી હતી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks