મનોરંજન

પ્રેગ્નેન્સીની ખબરને લઈને વિદ્યા બાલને જણાવી હકીકત, કહ્યું-”આગળના 7 વર્ષથી પરેશાન છું અને…”

ફિલ્મ અભિનેત્રીઓના લગ્ન પછી તેના ફૈન્સની અંદર ઉત્સુકતા રહેતી હોય છે કે તે ક્યારે માં બનવાની છે? જો કે,અમુક અભિનેત્રીઓ આ જાણકારીને છુપાવે છે જ્યારે અમુક વાર આવી બાબતો માત્ર અફવાઓ પણ હોય છે. એવામાં બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન વિશે પણ આવી જ કંઈક ખબરો ઘણીવાર સામે આવી ચુકી છે.

હાલતો વિદ્યા બાલનની ફિલ્મ ‘મિશન મંગલ’ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે.ફિલ્મમાં વિદ્યા બાલનના અભિનયના ખૂબ વખાણ કરવામાં આવ્યા છે.લગ્ન પછી વિદ્યા અમુક જ ફિલ્મોમાં જોવા મળી છે.વર્ષ 2012 માં તેના લગ્ન પછીથી જ તેની પ્રેગ્નેન્સીની ખબરો ચર્ચામાં રહેતી હતી.હવે વિદ્યા બાલને આ બાબત પર પોતાની ચુપ્પી તોડી છે અને હકીકત જણાવી છે.

એક ઈન્ટરવ્યુંમાં વિદ્યા બાલને કહ્યું કે લગ્ન પછીથી જ તે આવી અફવાઓનો સામનો કરી રહી છે, તેણે કહ્યું કે તે પ્રેગ્નેન્ટ નથી અને તેને એવું કહેવામાં કોઈ શરમ નથી કે તેનું પેટ અન્ય અભિનેત્રીઓની જેમ ફ્લેટ નથી.વિદ્યાએ કહ્યું કે તેને લીધે જ આવી ખબરો આવતી રહે છે.

એક ઇન્ટરવ્યૂમાં જ્યારે વિદ્યાને પૂછવામાં આવ્યું કે આગળના ત્રણ વર્ષથી તેની પ્રેગ્નેન્સીને લઈને ખબરો આવતી રહી છે તો જવાબમાં વિદ્યાએ કહ્યું કે,”ત્રણ વર્ષથી નહિ પણ સાત વર્ષથી,જ્યારથી મારા લગ્ન થયા છે”.વિદ્યાએ કહ્યું કે તેને આગળના સાત વર્ષથી આવી ઘણી અફવાઓનો સામનો કરવો પડ્યો હતો,તેણે કહ્યું કે જ્યારે પહેલી વાર આવી અફવા આવી ત્યારે અમારા લગ્નને માત્ર એક જ મહિનો થયો હતો.

વિદ્યાએ આગળ કહ્યું કે,”લગાતાર ત્રણ વર્ષ સુધી મારે રિજેક્શનનો પણ સામનો કરવો પડ્યો હતો. એવા પણ દિવસો હતા જ્યારે હું રોતા રોતા સૂતી હતી પણ મેં હિંમત ન હારી.રોજ સવારે હું એ જ અપેક્ષાની સાથે ઉઠતી હતી કે કંઈક તો સારું થશે.તેના પછી મેં ફિલ્મ ‘પરિણીતા’ માં ખાસ રોલ નિભાવ્યો હતો.

મિશન મંગલના પ્રમોશનના દરમિયાન વિદ્યાએ પોતાના જીવન સાથે જોડાયેલા ઘણા કિસ્સાઓ જણાવ્યા હતા.વિદ્યાએ જણાવ્યું કે,”હું એક નોન ફિલ્મી બેકગ્રાઉંડથી આવું છું અને મને એ જાણકારી ન હતી કે એક અભિનેત્રી બનવા માટે મારે શું કરવાનું રહેશે.હું અભિનેત્રી બનવાનું સપનું જોતી હોતી.મને મારા પરિવારની પણ ચિંતા હતી પણ તેઓએ મને સપોર્ટ કર્યો. જ્યારે મારો પહેલો ટીવી શો લા બેલા અમુક સમય પછી બંધ થઇ ગયો, ત્યારે મારા પરિવારને લાગ્યું હતું કે હવે મારા પરથી ઍક્ટિંગનું ભૂત ઉતરી ગયું છે”.

 

View this post on Instagram

 

Team #MissionMangal is coming to take over the USA! Get your tickets now!

A post shared by Vidya Balan (@balanvidya) on

જણાવી દઈએ કે વિદ્યા બાલનની ફિલ્મ મિશન મંગલ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થઇ ચુકી છે. ફિલ્મમાં અક્ષય કુમાર ખાસ ભૂમિકામાં છે અને ફિલ્મ વાસ્તવિક ઘટના પર આધારિત છે.આ સિવાય ફિલ્મમાં સોનાક્ષી સિંહા, તાપસી પન્નુ અને કૃતિ કુલ્હારી પણ ખાસ ભૂમિકામાં છે.