મનોરંજન

વહેલી સવારે સલમાનની કેટરિનાના ઘરે જતો દેખાતા ઝડપાયો આ એક્ટર, છુપાઈને જતો હતો એવામાં એન્ટ્રીના ફોટોસ વાયરલ

સલમાનની કેટરીનાનું આની સાથે ઇલુ ઇલુ ચાલી રહ્યું છે? સવાર સવારમાં જુઓ કોણ દેખાયું

કોરોના મહામારીને લીધે લાગુ કકરાયેલા લોકડાઉન પછી અનલોકની પ્રક્રિયા શરૂ થતા જ સામાન્ય જનતાની સાથે સાથે બૉલીવુડ કલાકારો પણ હવે રસ્તા પર ફરતા જોવા મળી રહ્યા છે. ફિલ્મોની શૂટિંગ પણ જોર શોરમાં શરૂ થઇ ચુકી છે. એવામાં અભિનેતા વિક્કી કૌશલ સવાર સવારમાં કૈટરીના કૈફના એપાર્ટમેન્ટમાં જતા જોવા મલ્યા હતા.

Image Source

આગળના ઘણા સમયથી બોલીવુડમાં પણ ચર્ચા છે કે વિક્કી અને કૈટરીના એકબીજાને પસંદ કરે છે અને ડેટ કરી રહ્યા છે. બંન્ને ઘણા ઇવેંટમાં પણ એક સાથે જોવામાં આવ્યા છે.

Image Source

વિક્કીને આટલી વહેલી સવારે કૈટરિનાનાં ઘરે જતા જોઈને મીડિયાએ તરત જ તેની તસ્વીરો લઇ લીધી. આ દરમિયાન વિક્કીએ વ્હાઇટ શર્ટ પહેરી રાખ્યો હતો અને બ્લુ કેપની સાથે માસ્ક પણ પહેરી રાખ્યું હતું.

Image Source

આ દરમિયાન વિક્કી મીડિયાથી બચીને ચુપચાપ એપાર્ટમેન્ટમાં જઈ રહ્યા હતા કે અચાનક જ મીડિયાના કેમેરામાં કૈદ થઇ ગયા અને વિક્કીને પણ જાણ થઈ ગઈ કે તે કેમેરાની નજરમાં આવી ગયા છે.

Image Source

જો કે આ પહેલી વાર નથી કે વિક્કી કૈટરીનાના ઘરે આવી રીતે ચુપચાપ ગયા હોય. લોકડાઉન ખતમ થતા જ એક રવિવારેની સાંજે પણ વિક્કી કૈટરિનાનાં ઘરે પહોંચ્યા હતા જેની તસ્વીર પણ સામે આવી હતી. હાલના સમયમાં પણ વિક્કીની તસ્વીર સામે આવતા લોકોનું માનવું છે કે બંન્ને એક-બીજાને ડેટ કરી રહ્યા છે જો કે બંન્ને માંથી કોઇએ હજી સુધી એ વાતનો ખુલાસો કર્યો નથી.

Image Source

વિક્કી તેની પહેલા અભિનેત્રી હરલીન સેઠીને ડેટ કરી રહ્યા હતા પણ તેનું આગળના વર્ષે જ બ્રેકઅપ થઇ ગયું હતું અને બીજી તરફ કૈટરીના કૈફ રણબીર કપૂરને ડેટ કરી રહી હતી અને તેની સાથે લિવ ઈન રિલેશનમાં રહી હતી.

Image Source

ફિલ્મોની વાત કરીએ તો કૈટરીના કૈફની આવનારી ફિલ્મ સૂર્યવંશી રિલીઝ થવાની છે. આ ફિલ્મ દ્વારા કૈટરીના ઘણા સમય પછી અક્ષય કુમાર સાથે જોવા મળશે. વિક્કીની આગળના વર્ષે ફિલ્મ ભૂત-ધ હોન્ટેડ શિપ રિલીઝ થઇ હતી. હાલ તે ‘સરદાર ઉધમ સિંહ’માં કામ કરી રહ્યા છે. તેના સિવાય વિક્કી કરન જોહરની ફિલ્મ ‘તખ્ત’ માં પણ કામ કરશે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.