KKRનો વેંકટેશ અય્યર આવ્યો માણેકચોકમાં…ગોટાળા ઢોંસા, પાઉં-ભાજી ઝાપટી ગયો, જુઓ વીડિયો

40 બોલમાં 83 રન મારીને ગુજરાતની કમર તોડી દેનારો આ ખેલાડી પહોંચ્યો માણેક ચોક, હાથમાં કટોરો પકડીને ખાધી પાણીપુરી… જુઓ વીડિયો

IPL ભારતનો જ નહિ પરંતુ દુનિયાભરનો ખુબ જ લોકપ્રિય ખેલ બની ગયો છે. આ ગેમ પાછળ લોકો પણ દીવાના છે અને એટલે જ તે વિશ્વની સૌથી લોકપ્રિય લીગ છે. ત્યારે આઇપીએલ 2023 શરૂ થઇ ગઈ છે અને એક પછી એક રોમાંચક મુકાબલાઓ પણ ચાલી રહ્યા છે. ગુજરાત ટાઇટન્સની ટીમે પણ પોતાની પહેલી બે મેચ જીતી લીધી હતી, પરંતુ ત્રીજી મેચમાં તેને કોલકાત્તા નાઈટ રાઇડર સામે હારનો સામનો કર્યો.

આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાઈ હતી. ત્યારે આ મેચ પહેલા જ કોલકાત્તા નાઈટ રાઇડરનો ખેલાડી વેંકટેશ અય્યર અમદાવાદની નાઈટ લાઈફ જોવા માટે બહાર નીકળ્યો હતો. આ દરમિયાન તે જેનું વિશ્વમાં પણ એક આગવું નામ છે એવી ખાણીપીણી માટેની સૌથી બેસ્ટ જગ્યા માણેક ચોકમાં પહોંચ્યો હતો. માણેક ચોકમાં વેંકટેશ અય્યરે અલગ અલગ વાનગીઓનો સ્વાદ પણ માણ્યો હતો.

કોલકાત્તા નાઈટ રાઇડરના ઓફિશિયલ પેજ પરથી વેંકટેશ અય્યરનો આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં તે માણેક ચોકના સ્ટ્રીટ ફૂડનો આનંદ માણતો અને ફૂડ ખાધા બાદ તેના સ્વાદની પ્રસંશા પણ કરતો જોવા મળી રહ્યો છે. વેંકટેશ અય્યરે સૌ પ્રથમ ત્યાં ચીઝ સેન્ડવીચ ખાધી હતી અને ખાઈને તેને ખુબ જ ટેસ્ટી પણ ગણાવી હતી. જેના બાદ તેને માણેક ચોકની ફેમસ પાઉંભાજી પણ ખાધી હતી.

ત્યારે બાદ વેંકટેશ અય્યર ગોટાળો ઢોસા ખાવા માટે પહોંચે છે અને પછી પાણીપુરી પણ ખાય છે, આ બધું ખાધા બાદ તે ત્યાં જામુન શોટ પીવે છે અને છેલ્લે મીઠું પાન ખાતો જોવા મળી રહ્યો છે. માણેકચોકમાં ફરતા દરમિયાન વેંકટેશ અય્યર ખુબ જ ખુશ પણ દેખાઈ રહ્યો છે અને તેને પણ આ સ્ટ્રીટ ફૂડ ખુબ જ પસંદ આવી રહ્યું છે તેમ લાગી રહ્યું છે.

વીડિયોમાં તે એ પણ કહી રહ્યો છે અમદાવાદનું માણેક ચોક જોઈને તેને ઇન્દોરના સરાફા બજારની યાદ આવી ગઈ. તેને કહ્યું કે મને એમ લાગે છે જાણે હું સરાફા બજારમાં જ ફરી રહ્યો છે. આ ઉપરાંત તેને આ બધું જ ફૂડ ખાધા બાદ એમ પણ કહ્યું હતું કે હવે વધારે વર્કઆઉટ કરવું પડશે. વેંકટેશ અય્યરે ગુજરાત સામે પણ ખુબ જ શાનદાર બેટિંગ કરી હતી. તેને 40 બોલમાં જ 83 રન લગાવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Kolkata Knight Riders (@kkriders)

Niraj Patel