શું હવે ધોનીની ટીમ IPLમાં નહિ જોવા મળે ? શા કારણે ચાલી રહી છે બેન કરવાની માંગ ? જાણો સમગ્ર મામલો

વિધાનસભામાં ઉઠી IPLમાં CSKને બેન કરવાની માંગ, કારણ છે એવું કે જાણીને તમને પણ આંચકો લાગશે.. જુઓ

હાલ દેશભરમાં IPLનો માહોલ બરાબર જામ્યો છે. દરેક વ્યક્તિ તેની ગમતી ટીમને સપોર્ટ કરી રહ્યો છે. પરંતુ સૌથી મોટો ચાહક વર્ગ ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનો છે. ધોનીની ટીમ CSKના દુનિયાભરમાં કરોડો ચાહકો પણ છે, ત્યારે હાલ આ ટીમને લઈને એક હોબાળો મચી ગયો છે.

IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સે 3 મેચ રમી છે. જેમાં CSK 2 મેચ જીતી અને એકમાં હાર્યું. પરંતુ CSKને લઈને તમિલનાડુ વિધાનસભામાં હંગામો થયો છે. PMK ધારાસભ્યએ વિધાનસભામાં CSK પર પ્રતિબંધની માંગ કરી. ધારાસભ્યનું કહેવું છે કે CSK તમિલનાડુની છે, પરંતુ ટીમમાં તમિલનાડુના કોઈ ખેલાડી નથી.

હકીકતમાં 11 એપ્રિલે તમિલનાડુ વિધાનસભામાં રમતગમતના બજેટ પર ચર્ચા થઈ રહી હતી. આ દરમિયાન, પટ્ટલી મક્કલ કાચી પાર્ટી (PMK) ના ધારાસભ્ય વેંકટેશ્વરને CSK પર પ્રતિબંધની માંગ કરી હતી. તેમણે કહ્યું, “ચેન્નઈ સુપર કિંગ્સ તમિલનાડુની એક ટીમ છે, જેમાં તમિલ ખેલાડીઓ નથી. એટલા માટે તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ભલે તમિલનાડુમાં ઘણા પ્રતિભાશાળી ખેલાડીઓ છે, પરંતુ એકેય પણ CSKમાં સ્થાન મેળવી શક્યું નથી. ટીમમાં અન્ય રાજ્યોના ખેલાડીઓને વધુ મહત્વ આપવામાં આવે છે.”

મીડિયા રિપોર્ટ અનુસાર PMK ધારાસભ્ય વેંકટેશ્વરને વધુમાં આરોપ લગાવ્યો કે CSKને તમિલ ટીમ તરીકે પ્રમોટ કરવામાં આવે છે. આનાથી CSK માટે તમિલ જાહેરાતો મેળવવાનું સરળ બને છે અને ટીમને ફાયદો થાય છે. એટલા માટે તમિલનાડુ સરકારે CSK પર પ્રતિબંધ મૂકવો જોઈએ. ત્યારે હવે આ મામલે ગરમાગરમીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Niraj Patel