IPLમાં ગ્લેમરનો તડકો લગાવનારી અને દરેક ચોગ્ગા છગ્ગા પર મન મૂકીને ઝુમનારી ચીયર લીડર્સને કેટલો મળે છે પગાર ? અને કેવી રીતે થાય છે ભરતી ? જાણો

ક્રિકેટના મેદાન પર IPLમાં દર્શકોને ભરપૂર મનોરંજન કરાવી રહેલી ચીયર લીડર્સને એક મેચ માટે જ મળે છે અધધધ રૂપિયા, જાણીને તમારા પણ હોશ ઉડી જશે…

આઇપીએલ 2023ની  શરૂઆત થઇ ગઈ છે અને આ વર્ષે આઈપીએલમાં ઘણા બધા બદલાવો પણ જોવા મળ્યા છે. આ વર્ષે કેટલાક નિયમોમાં બદલાવ આવ્યો છે તો સાથે જ હવે મેદાનમાં ચીયર લીડર્સ પણ જોવા મળી રહી છે. આઇપીએલની આ 16મી સીઝનમાં હવે દર્શકોનો ઉત્સાહ પણ હવે આ ચીયર લીડર્સ વધારી રહી છે.

કોરોના રોગચાળાને કારણે ચીયરલીડર્સને દૂર કરવામાં આવ્યા હતા. આઈપીએલમાં મોટાભાગના ચીયરલીડર્સ વિદેશી છે. જોકે કેટલાક ભારતીય ચહેરાઓ પણ દેખાઈ રહ્યા છે. ઘણા લોકોના મનમાં સવાલ ઉઠ્યો હશે કે ચીયરલીડર્સને કેટલા પૈસા મળે છે. ત્યારે આજે અમે તમને ચીયર લીડર્સના પગાર અને તેમની ભરતી કેવી રીતે થાય છે તે જણાવીશું.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચીયરલીડર્સને મેચ દીઠ પૈસા મળે છે. તેમને મેચ દીઠ 14000થી 17 હજાર રૂપિયા મળે છે. આઈપીએલની ટીમ પ્રમાણે તે બદલાઈ શકે છે. ક્રિકફેક્ટ્સનો અહેવાલ જણાવે છે કે ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ, સનરાઈઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપિટલ્સ જેવી ટીમો તેમના ચીયરલીડર્સને મેચ દીઠ રૂ. 12,000થી વધુ ચૂકવે છે. જોકે ગુજ્જુરોક્સ આ આંકડાઓની પુષ્ટિ કરતું નથી.

જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને આરસીબી જેવી ટીમો તેમન ચીયર લીડર્સને લગભગ 20,000 ચૂકવે છે. KKRની ચીયર લીડર્સને સૌથી વધુ પૈસા મળે છે. જે લગભગ 24,000 રૂપિયા છે. આ સિવાય સારા પ્રદર્શન પર અથવા ટીમને જીતવા પર બોનસ પણ મળે છે. પગાર ઉપરાંત ચીયરલીડર્સ માટે રહેવા અને ખાવાની વૈભવી વ્યવસ્થા પણ કરવામાં આવે છે.

ચીયરલીડર તરીકે નોકરી મેળવવી એ અઘરી પ્રક્રિયા છે. આ માટે ઇન્ટરવ્યુ અને લેખિત પરીક્ષામાંથી પસાર થવું પડશે. એક ચીયરલીડરને ભીડની સામે ડાન્સ, મોડેલિંગ અને પ્રદર્શન કરવાનો અનુભવ હોવો જોઈએ. કારણ કે આપીએની મેચ દરમિયાન તેને હજારો લોકો વચ્ચે જ પર્ફોમન્સ આપવાનું હોય છે.

 

Niraj Patel