RCBના બોલરોને ઘૂંટણીએ પાડી દેનારા અને IPLની આ સીઝનની ફાસ્ટેટ ફિફટી ફટકારનારા આ બેટ્સમેનનો થયો હતો ભીષણ અકસ્માત, કેરિયર હતું ખતરામાં અને પછી…

આ ખેલાડી માટે પોલાર્ડ ભગવાન બનીને આવ્યો હતો સામે, અકસ્માતમાં ઘાયલ થયા બાદ તેના માટે કર્યું એવું કામ કે ગઈકાલે RCBની સામે હીરો બની ગયો… જુઓ વીડિયો

IPL 2023ની શરૂઆત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 31 માર્ચના રોજથી થઇ અને ત્યારબાદ એક પછી એક રોમાંચક મુકાબલાઓ જોવા મળી રહ્યા છે. ગઈકાલે પણ એવો જ એક મુકાબલો લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર બેંગલુરુ વચ્ચે જોવા મળ્યો હતો. દિલધડક મેચમાં લખનઉની ટીમે છેલ્લા બોલે વિજય મેળવ્યો.

RCBની ટીમે પહેલા બેટિંગ કરતા 212 રનનો પહાડ જેવો સ્કોર ઉભો કરી દીધો. જવાબમાં ઉતરેલી લખનઉની ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી, લોકોને લાગી રહ્યું હતું હવે હવે RCBની જીત નક્કી જ છે. પરંતુ ત્યારે જ ક્રિઝ પર નિકોલસ પૂરન આવ્યો અને તેને આખી બાજુ બદલીને રાખી દીધી.

નિકોલસે 19 બોલમાં 7 છગ્ગા અને 4 ચોગ્ગાની મદદથી તાબડતોબ 62 રન ફટકાર્યા. સાથે જ આ સિઝનના સૌથી ઝડપી અર્ધશતકનો રેકોર્ડ પણ તેણે પોતાના નામે કરી દીધો. તેને 15 બોલમાં જ 50 રન પુરા કરી દીધા હતા અને આ રનની મદદથી જ લખનઉ જીત સુધી પહોંચી શકી. આ માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ પણ એનાયત થયો.

વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન નિકોલસ પૂરનનો વર્ષ 2015માં એક ભયાનક થયો હતો જેમાં તે ખુબ જ ગંભીર રીતે ઘાયલ પણ થયો હતો. તે છ મહિના સુધી ચાલી પણ શકતો નહોતો. આવી સ્થિતિમાં કિરોન પોલાર્ડ એક વાલીની જેમ તેની મદદે આવ્યો હતો. દુર્ઘટના સમયે પૂરન લગભગ 19 વર્ષનો હતો.

 

View this post on Instagram

 

A post shared by NickyP (@nicholaspooran)

અકસ્માતમાં તેના બંને પગમાં ગંભીર ઈજા થઈ હતી. અનેક સર્જરી બાદ ડોક્ટરોએ પુરનને ક્રિકેટ ભૂલી જવા કહ્યું. તેને ગ્રાઉન્ડથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. જોકે, આ બધી બાબતોને અવગણીને પુરને મેદાનમાં પાછા ફરવાની તૈયારી ચાલુ રાખી હતી. મુશ્કેલ સમયમાં નિકોલસને તેની બાળપણની મિત્ર કેથરિન મિગુએલ દ્વારા ટેકો મળ્યો હતો. પુરન એક વર્ષ પછી જ મેદાનમાં પરત ફરવામાં સફળ રહ્યો.

Niraj Patel