ખબર

બ્રેકીંગ ન્યુઝ: ભાજપના ત્રીજા ધારાસભ્ય ચડયા કોરોનાની ઝપેટે, જાણો કોણ છે

રાજ્યનું વુહાન બની રહેલું અમદાવાદમાં વધતા જતા કોરોનાના કેસ ચિંતાનો વિષય બન્યો છે. કોરોનાની ઝપેટે હવે રાજકીય નેતાઓ પણ આવે છે. અમદાવાદમાં ભાજપ-કોંગ્રેસના 10થી વધુ નેતાઓ કોરોનાના ઝપેટમાં આવી ચૂક્યા છે.

Image source

આ પહેલા નિકોલ અને નારોલના ધારાસભ્યો કોરોનાના ભરડામાં આવી ચૂક્યા હતા અને હવે સમાચાર મળી રહ્યા છે કે અમદાવાદ વેજલપુરના ધારાસભ્યને પણ કોરોના પોઝિટીવ આવ્યો છે. વેજલપુરના ધારાસભ્ય કિશોર ચૌહાણને કોરોના પોઝિટિવ આવ્યો છે. એક પછી એક ધારાસભ્યને કોરોના પોઝિટીવ આવવાના કારણે રાજકારણીઓમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

Image Source

અમદાવાદનાં નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ બાદ બીજા ધારાસભ્ય પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે તેમને યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રવક્તા ડૉ.અમિત નાયકનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

Image source

અમદાવાદમાં 2જૂનથી સાંજથી 3 જૂન સાંજ સુધીમાં કોરોનાના 290 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કેસનો આંકડો 13,063 અને કુલ મૃત્યુઆંક 910 થયો છે. જ્યારે 8,932 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.

Image Source

ગુજરાતમાં કોંગ્રેસના કોર્પોરેટર બદરૂદ્દીન શેખ કોરોના સંક્રમણના કારણે જીવ ગુમાવવો પડ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ કોર્પોરેટર બદરૂદીન શેખને એસવીપી હોસ્પિટલમાં છેલ્લો શ્વાસ લીધો હતો. તેમના મોત પહેલા તેઓ આઠ દિવસ હોસ્પિટલમાં દાખલ રહીને સારવાર લીધી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.