અભિનેતા વરુણ ધવનના ઘરે ગુંજી ઉઠી કિલકારીઓ, ચાહકો અને સેલેબ્સ દ્વારા મળી રહી છે ઢગલાબંધ શુભકામનાઓ, જુઓ તસવીરો

ખુશખબરી: વરુણ ધવનના ઘરે ગુંજી ઉઠી કિલકારીઓ, ખુશીઓથી ઝૂમી ઉઠ્યો પરિવાર, જુઓ તસવીરો

ધવન પરિવાર માટે આ વર્ષ ખુશીઓથી ભરેલું છે. તેમના ઘરે નાના મહેમાનનું સ્વાગત કરવામાં આવ્યું છે. નાના મહેમાનના આગમનથી ધવન પરિવાર ખૂબ જ ખુશ છે. પરિવાર અને બાળકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ઉપરાંત ચાહકો પણ પરિવારને દિલથી અભિનંદન આપી રહ્યા છે.

ફિલ્મ ડાયરેક્ટર ડેવિડ ધવન દાદા બની ગયા છે અને વરુણ ધવન કાકા બન્યા છે. વરુણ ધવનનો મોટો ભાઈ રોહિત ધવન બીજી વખત પિતા બન્યો છે. તમને જણાવી દઈએ કે રોહિતની પત્ની જાહ્નવી ધવને એક પુત્રને જન્મ આપ્યો છે. રોહિત અને જાહ્નવીની પહેલા એક દીકરી પણ છે. ફિલ્મ નિર્દેશક રોહિત ધવન ડેવિડ ધવનના મોટા પુત્ર અને વરુણ ધવનના મોટા ભાઈ છે.

 

View this post on Instagram

 

A post shared by Anshula Kapoor (@anshulakapoor)

તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં રોહિત બ્લુ શર્ટમાં હોસ્પિટલની બહાર જતો જોવા મળે છે. હોસ્પિટલમાં રોહિત એકલો ન હતો, પરંતુ પિતા ડેવિડ ધવન પણ તેની સાથે હતા. રોહિતને જોઈને પેપરાજીએ પણ તેમને પુત્ર થવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તમને જણાવી દઈએ કે જાહ્નવીના બેબી શાવરની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જાહ્નવીની બેબી શાવર પાર્ટી વરુણ ધવનની પત્ની નતાશાએ રાખી હતી. આ તસવીરો અંશુલા કપૂરે તેના ઈન્સ્ટા હેન્ડલ પર શેર કરી હતી. તો સાથે જ ધવન પરિવારની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Anu 🍃 (@varundvn.fc)

આ તસવીરોમાં જોઈ શકાય છે કે ડેવિડ ધવન, તેની પત્ની, રોહિત ધવન, જાહ્નવી અને વરુણ ધવન જોવા મળી રહ્યા છે. જાહ્નવીએ બાળકને ખોળામાં લીધેલો છે. યૂઝર્સ આ કપલને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રોહિત અને જાહ્નવી ઘણા વર્ષોથી એકબીજાને ઓળખે છે. બંને લગભગ 7 વર્ષથી એકબીજાને ડેટ કરતા હતા.  જેના બાદ વર્ષ 2012માં બંનેએ લગ્ન કર્યા. બંનેને તેમની પહેલી દીકરી છે જેનું નામ નિયારા છે.

Niraj Patel