અંબાણીની પાર્ટીમાં વરુણ ધવને સુપરમોડલને કરી કિસ, ખોળામાં ઉઠાવી નાચવા પર થયો ટ્રોલ- લોકો ગુસ્સે ભરાયા તો કહ્યુ- પ્લાન હતી જુઓ વીડિયો
ગત શુક્રવાર અને શનિવારે બોલિવૂડ સ્ટાર્સનો મેળાવડો જોવા મળ્યો અને એ પ્રસંગ હતો નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ના ઉદ્ઘાટન કાર્યક્રમનો. પહેલા દિવસે જ નહિ પણ બીજા દિવસે પણ આ ઈવેન્ટમાં બોલિવૂડ સ્ટાર જ નહીં પરંતુ હોલીવુડના પ્રખ્યાત સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. આ દરમિયાન શાહરૂખ ખાન, રણવીર સિંહ, પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, રશ્મિકા મંદાનાથી લઈને વરુણ ધવન સહિતના અનેક સ્ટાર્સે ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું.
પરંતુ વરુણ ધવનના ડાન્સને લઈને સોશિયલ મીડિયા પર કેટલીક વિચિત્ર વાતો થવા લાગી. વરુણ ધવને હોલીવુડ અભિનેત્રી જીજી હદીદ સાથે ડાન્સ કર્યો હતો. જેનો વીડિયો પણ ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો હતો. ટ્રોલર્સ એક્ટર વિશે ખરાબ વાતો કરવા લાગ્યા. આ વાંચીને વરુણ ધવન પણ ખૂબ ગુસ્સે થઈ ગયો અને બાદમાં તેણે આ મામલે પ્રતિક્રિયા આપી. વરુણ ધવને અમેરિકન મોડલ જીજી હદીદ સાથે સુંદર ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું.
પણ ટ્રોલર્સે અભિનેતા પર હોલીવુડ મોડલને અયોગ્ય રીતે સ્પર્શ કરવાનો અને કિસ કરવાનો આરોપ લગાવ્યો. આ સસ્તી વાતો સાંભળીને વરુણ ધવનને દુઃખ થયું અને તેણે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી. વરુણ ધવને ટ્વીટમાં કહ્યું કે “મને લાગે છે કે આજે તમે આ દિમાગથી જાગી ગયા છો. તો ચાલો હું તમારો પરપોટો ફોડી દઉં અને તમને કહી દઉં કે તે પહેલાથી જ પ્લાનિંગ હતું. સ્ટેજ પર જે કંઈ પણ થયું, બધું પહેલાથી જ પ્લાન્ડ હતુ.”
એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરી કે, ‘જો તમે મહિલા છો તો તમે ક્યાંય સુરક્ષિત નથી. ભલે તમે જીજી હદીદ છો. તમે એક સરસ પાર્ટીમાં હોસ્ટ થયા હતા જ્યાં વરુણ ધવન જેવા લોકો અચાનક તમને ઉપાડી લે છે અને તમારી પરવાનગી વિના તમને કિસ કરે છે અને બધું જ મજાના નામે. વરુણ ધવને એ પણ લખ્યું હતુ કે, આનું પહેલાથી જ આયોજન કરવામાં આવ્યું હતું તેથી મારી વિરુદ્ધ બોલવાનું બંધ કરો. સુપ્રભાત. આ સાથે તેણે હાથ ફોલ્ડ ઈમોજી પણ શેર કર્યા.
જણાવી દઇએ કે, વરુણ ધવન સિવાય શાહરૂખ ખાન અને રણવીર સિંહે પણ ડાન્સ કર્યો હતો. ત્રણેયે તાજેતરમાં સુપરહિટ ફિલ્મ પઠાણના ગીત ‘ઝૂમ જો પઠાણ’ પર ડાન્સ કર્યો હતો. આ ઈવેન્ટમાં પ્રિયંકા ચોપરા, નિક જોનાસ, જીજી હદીદ, દીપિકા પાદુકોણ, કિયારા અડવાણી, સિદ્ધાર્થ મલ્હોત્રા, કરીના કપૂર સહિત અન્ય ઘણા લોકોએ હાજરી આપી હતી.
View this post on Instagram