એરપોર્ટ પર રૂમર્ડ બોયફ્રેન્ડ અને રાઘવ ચઢ્ઢા સાથે સ્પોટ થઇ પરિણીતિ ચોપરા, ઇલુ ઇલુ ચાલી રહ્યું છે? જુઓ સ્પેશિયલ તસવીરો

ફરી એકવાર આ મોટી હસ્તી સાથે દેખાઇ પરિણીતિ ચોપરા, વીડિયો જોઇ ચાહકો બોલ્યા- હવે લગ્ન પાક્કા ! ઇલુ ઇલુ ચાલી રહ્યું છે કે શું..

બોલિવૂડમાં હાલ એક નવીજોડીની ઘણી ચર્ચા થઈ રહી છે. બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા અને આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાનું પ્રેમપ્રકરણ હવે છુપાવવા છત્તાં નથી છૂપાઇ રહ્યું. પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાને ફરી એકવાર એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા. તેમને આ રીતે સાથે જોઈને તેમના લગ્નની ચર્ચા પણ તેજ થઈ ગઈ. સોશિયલ મીડિયા પર ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે કે આ બંને હવે ચોક્કસપણે લગ્ન કરવા જઈ રહ્યા છે.

પરિણીતી ચોપરા અને આપ નેતા રાઘવ ચઢ્ઢા આ પહેલા દિલ્લી એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા. તે પહેલા પણ બંને લંચ અને ડિનર ડેટ પર સાથે જોવા મળ્યા હતા. હાલની વાત કરીએ તો, પરિણીતીએ બ્લેક આઉટફિટ પહેર્યો હતો અને રાઘવ કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળ્યા હતા. કેટલીક તસવીરોમાં તમે સ્પષ્ટપણે જોઈ શકાય છો કે પેપરાજી અને કેમેરાને જોઇ બંને કેવી રીતે શરમાઈ રહ્યાં છે. પરિણીતી જે રીતે શરમાતી હતી તે પરથી સ્પષ્ટ છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને તેઓ ટૂંક સમયમાં જ લગ્ન કરવા જઇ રહ્યા છે.

કેટલીક તસવીરોમાં બંને એકબીજાનો હાથ પકડવાની કોશિશ કરતા જોવા મળ્યા હતા પરંતુ કેમેરાના કારણે બંનેએ અંતર જાળવી રાખ્યું હતું. આ દિવસોમાં એવા અહેવાલો ચાલી રહ્યા છે કે બંને જલ્દી લગ્ન કરી રહ્યા છે. જો કે અત્યાર સુધી આ કપલે ઓફિશિયલી કંઈપણ કહ્યુ નથી. હાલમાં જ જ્યારે રાઘવ ચઢ્ઢાને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેણે સ્પષ્ટ કહ્યું હતું કે તેને પરિણિતીને નહીં પરંતુ રાજનીતિ સાથે જોડાયેલા પ્રશ્નો પૂછો. પરિણીતી ચોપરાનો રૂમર્ડ બોયફ્રેન્ડ રાઘવ ચઢ્ઢા આમ આદમી પાર્ટી તરફથી રાજ્યસભાના સાંસદ છે.

તેઓ વર્ષ 2012માં AAP પાર્ટીમાં જોડાયા હતા અને ત્યારથી જ તેમની રાજકીય કારકિર્દી શરૂ થઈ હતી. રાઘવ ચઢ્ઢા પહેલા પરિણીતી ચોપરાનું નામ ડિરેક્ટર મનીષ શર્મા સાથે જોડાયું હતું. એ જ મનીષ જે ટૂંક સમયમાં સલમાન ખાનની ટાઈગર 3 સાથે આવી રહ્યો છે. આ પહેલા તેણે બેન્ડ બાજા બારાત, લેડીઝ વર્સીસ રિકી બહેલ, શુદ્ધ દેશી રોમાન્સથી લઈને ફેન સુધીની ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. પરિણીતી ચોપરા આ દિવસોમાં પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે.

પરિણીતિ અને રાઘવનો વીડિયો વાયરલ થતા ઘણા યુઝર્સ કોમેન્ટમાં પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું, હવે નિશ્ચિતપણે લગ્ન કરી રહ્યા છે. અન્ય એકે લખ્યું, હું પરિણીતી માટે ખૂબ જ ખુશ છું. તે દિલની ખરેખર સારી છે. ત્યાં ઘણા ચાહકોએ હાર્ટ ઇમોજી પણ શેર કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina