ઓસ્કર સેરેમનીમાં ધ્રુજી રહ્યો હતો રામ ચરણ : પત્ની ઉપાસનાએ કહ્યુ- મારું તેમની સાથે હોવું ઘણુ જરૂરી હતુ, તેને સપોર્ટ…

રામ ચરણની પત્નીએ કર્યો ખુલાસો, કહ્યુ- ‘નાટુ નાટુ’ માટે ઓસ્કર એનાઉન્સમેન્ટ સમયે પતિ ધ્રુજી રહ્યા હતા.. જેવો ઓસ્કાર એવોર્ડ

એસએસ રાજામૌલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘RRR’એ દુનિયાભરમાં સફળતાનો પરચમ લહેરાવ્યો છે. આ સાથે જ ફિલ્મના ગીત ‘નાટુ નાટુ’એ ઓસ્કર જીતી ઇતિહાસ રચી દીધો. ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆરની અદાકારીને ચાહકોએ ઘણી પસંદ કરી હતી. ત્યાં, જ્યારે ઓસ્કરની ઘોષણા થઇ ત્યારે બંને અભિનેતા એસએસ રાજામૌલી અને ફિલ્મની સાથે સમારોહમાં હાજર રહ્યા હતા.

આ વચ્ચે રામ ચરણની પત્ની ઉપાસના કોનિડેલાએ પતિ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.95માં ઓસ્કર એવોર્ડમા RRRના નાટુ નાટુ ગીતે બેસ્ટ ઓરિજિનલ સોન્ગ કેટેગરીમાં એવોર્ડ જીત્યો હતો. આ દરમિયાન રામ ચરણ, જુનિયર એનટીઆર, એસએસ રાજામૌલી સાથે એમએમ કીરાવની પણ ઉપસ્થિત હતા. રામ ચરણ આ દરમિયાન તેમની પત્ની ઉપાસના કોનિડેલા સાથે હાજર રહ્યા હતા.

ત્યારે ઉપાસનાએ ખુલાસો કર્યો કે ઐતિહાસિક ઓસ્કર સમારોહમાં ‘નાટુ-નાટુ’ એ એવોર્ડ જીત્યો હોવાની જાહેરાત થતાં તેમના પતિ રામ ચરણ ધ્રૂજી ઉઠ્યા હતા. તેમના પગ ધ્રૂજી રહ્યા હતા અને તે સમયે તેમને સપોર્ટની જરૂર હતી. આ સાથે ઉપાસનાએ ઓસ્કર એવોર્ડમાં પોતાના અનુભવો વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું કે લોસ એન્જલસ તેના માટે સારા વેકેશન જેવું હતું અને રામ ચરણ સાથે તેનો સારો સમય વીત્યો. તે સ્થળ તેના માટે અજાણ્યું હતું,

પરંતુ બધાએ તેની સાથે સારો વ્યવહાર કર્યો. ઉપાસના કોનિડેલાએ હ્યુમન્સ ઑફ બોમ્બેને આ વાત કહી. ઉપાસનાએ વધુમાં કહ્યું, ‘વર્ષોથી અમે એક મોટો પરિવાર બની ગયા છીએ.’ તેણે એમ પણ કહ્યું હતું કે એસએસ રાજામૌલી સાથે નાટુ-નાટુનું શૂટિંગ કરતી વખતે તે પણ યુક્રેનમાં હતી. એસએસ રાજામૌલી ફિલ્મના શૂટિંગ દરમિયાન ઘણી વખત આકરા વર્તન કરતા હતા. બીજી તરફ રામ ચરણ અને ઉપાસનાની વાત કરીએ તો સાઉથનું ક્યૂટ કપલ ટૂંક સમયમાં માતા-પિતા બનવા જઈ રહ્યું છે.

લગ્નના 10 વર્ષ પછી બંને માતા-પિતા બનશે. ગયા વર્ષે ડિસેમ્બરમાં ઉપાસનાની પ્રેગ્નેંસી વિશે માહિતી મળી હતી. ત્યાં હવે ઉપાસનાના બેબી શાવરની વિધિ પણ પૂર્ણ થઈ ગઈ છે. બેબી શાવરની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઉપાસનાનું બેબી શાવર દુબઈમાં થયું હતુ.

Shah Jina