ખબર

ઈન્સ્ટાગ્રામ પર મિત્રતા કરવી વડોદરાની યુવતિને પડી ભારે, ફૈઝલે યુવતિ સાથે કર્યું કુકર્મ, કહ્યું-મારી રખેલ…

સંસ્કારી નગરીના સાવલીમાં કોલેજિયન ગર્લના વાળ પકડી ફૈઝલે દુષ્કર્મ ગુજાર્યુ, કહ્યું-“હું તને મારી રખેલ બનાવીશ”, સૃષ્ટિ વિરુદ્ધ પણ….

ગુજરાતમાંથી અવાર નવાર દુષ્કર્મના મામલા સામે આવે છે, જેમાંના ઘણા તો ચોંકાવનારા પણ હોય છે. ત્યારે હાલમાં વડોદરામાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં સાવલીમાં આવેલી કોલેજમાં અભ્યાસ કરતી છોકરીને પ્રેમના પાઠ ભણાવી, તેની સાથે માથાના વાળ પકડીને એકથી વધુ વખત હવસખોરે દુષ્કર્મ આચર્યુ અને આને લઇને પીડિતાએ હવસખોર યુવાન સામે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ઇન્સ્ટાગ્રામ દ્વારા બે વર્ષ પહેલા બીજા ધર્મના યુવકના પરિચયમાં આવેલી કોલેજિયન યુવતીએ ફરિયાદમાં જણાવ્યુ કે, યુવાન સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કરાવતો અને જાતિ વિરુધ્ધ અપશબ્દ બોલતો.

પ્રતિકાત્મક તસવીર

તે કહેતો કે મારી સાથે શરીર સંબંધ બાંધેલી છે, તને કોઇ જગ્યાએ જવા નહીં દઉં, તને મારી રખેલ તરીકે રાખીશ. ત્યારે આ મામલો સામે આવ્યા બાદ સનસનાટી મચી ગઇ છે. હાલ તો પોલિસે આરોપીની અટકાયત કરીને ધરપકડની તજવીજ હાથ ધરી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, સાવલીમાં રહેતી યુવતિ કોલેજમાં ડિપ્લોમાના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. તે સામાન્ય પરિવારની હતી અને તેના પિતા છૂટક ડ્રાઇવિંગનું કામ કરતા. આ યુવતિનો બે પહેલા ઇન્સ્ટાગ્રામ પર ફેજલ ઉર્ફ ફેન્ટો જાકીર દીવાન સાથે પરિયય થયો.

ફેજલે ઇન્સ્ટાગ્રામ પર યુવતિને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી અને ફેજલ બીજા ધર્મનો હોવાનું જાણવા છતાં પીડિતાએ ફ્રેન્ડશીપ રિકવેસ્ટ એક્સેપ્ટ કરી હતી. જો કે, રીકવેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ ફેજલ અવાર-નવાર મેસેજ કરતો અને તેણે આવી રીતે યુવતિ સાથેની મિત્રતા ઘનિષ્ઠ બનાવી. જો કે, યુવતિ પણ ફેજલ જે મેસેજ મોકલતો તેના જવાબ આપતી. થોડા સમય સુધી બંને વચ્ચે સોશિયલ મીડિયા દ્વારા વાતચીત થઇ અને પછી બંનેએ એકબીજાને મળવાનું શરૂ કર્યું.

પ્રતિકાત્મક તસવીર

ત્યારે આ દરમિયાન ફેજલની જાળમાં યુવતિ જ્યારે પૂરી રીતે ફસાઇ ગઇ તો તેણે સાવલી અને વડોદરામાં યુવતિને લઇ જઇ અલગ-અલગ જગ્યાએ લઇ જઇ તેની સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ. આ દરમિયાનના ફેજલે ફોટો પણ પાડી લીધા હતા અને તે અવાર નવાર યુવતિને ફોટો વાયરલ કરવાની ધમકી આપી તેને બોલાવતો અને પોતાની હવસ સંતોષતો. ફેજલ યુવતિના માથાના વાળ પકડી પણ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ આચરતો.

યુવતિએ તેની ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે, છેલ્લા એક વર્ષ દરમિયાન ફેજલ ફેબ્રુઆરી-2023માં રાત્રે કોલેજ પર આવ્યો અને જાતિ વિરૂદ્ધ અપશબ્દો બોલ્યો. તેણે કહ્યું, તુ નીચલી જ્ઞાતિની છે અને મારી સાથે શરીર સંબંધ બાંધેલી છે, તને કોઇ જગ્યાએ જવા નહીં દઉં. તને તો મારી રખેલ તરીકે રાખીશ. જો કે, તેણે પાંચેક દિવસ પહેલાં ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. ત્યારે આખરે કંટાળેલી યુવતિએ નરાધમ હવસખોર ફેજલ ઉર્ફ ફેન્ટો દિવાન સામે સાવલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે ફરિયાદના આધારે દુષ્કર્મ, એટ્રોસિટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો.