વડાપાવ ગર્લ સાથે ફરી થઇ ગયો પંગો, કલેશનો વીડિયો જોઇ લોકો બોલ્યા – દીદીને ક્યાં સુધી રડાવશો યાર..

રસ્તા પર મહિલા સાથે ભીડી વડાપાવ ગર્લ, પછી જે થયુ તે જોઇ વિશ્વાસ નહિ થાય- જુઓ વીડિયો

સોશિયલ મીડિયા એ લોકો માટે વરદાન સાબિત થયું છે જેમને પોતાનું ટેલેન્ટ બતાવવા માટે ઉચિત સ્ટેજ ના મળ્યો. ભુવન બડ્યાકર હોય કે પછી રાનુ મંડલ સોશિયલ મીડિયા દ્વારા ઘણા લોકો રાતોરાત ફેમસ થઈ ગયા. ત્યારે તાજેતરમાં જ દિલ્હીમાં વડાપાવ વેચતી છોકરી માત્ર ત્યાં જ નહિ પણ પૂરા દેશમાં ચર્ચામાં છે. તેના વડાપાવ સ્ટોલ પર એટલી લાંબી કતારો લાગે છે કે ગ્રાહકોને મેનેજ કરવું પણ મુશ્કેલ બની જાય છે. લગભગ દરરોજ વડાપાવ ગર્લના વીડિયો હેડલાઇન્સ બનાવે છે.

પરંતુ આ વખતે વડાપાવ ગર્લ કોઈ અન્ય કારણથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ઈન્ટરનેટ સેન્સેશન વડાપાવ ગર્લનો એક વીડિયો આ દિવસોમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેની માતા પણ જોવા મળી રહી છે. ચંદ્રિકા લોકોના ટોળા સાથે દલીલ અને ઝઘડો કરતી જોવા મળે છે. આ પહેલા પણ તેના ઘણા વીડિયો વાયરલ થયા છે.

વાયરલ ગર્લ ચંદ્રિકા ગેરા દીક્ષિત ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે દિલ્હીમાં મુંબઇના સ્વાદવાળા વડાપાવ બનાવીને લોકોને ખવડાવવાનું શરૂ કર્યું. આ પછી તેના એક વીડિયોએ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી દીધી હતી. જેમાં તે રડતી અને વડાપાવ વેચતી જોવા મળી હતી. જો કે, હાલમાં વાયરલ વડાપાવ ગર્લ અને તેની માતા ત્યાં હાજર લોકો સાથે લડતા જોવા મળે છે. અહીં મોટી સંખ્યામાં લોકોએ વડાપાવ ગર્લ અને તેની માતાને ઘેરી લીધા.

મા-દીકરી અને લોકો વચ્ચે શબ્દયુદ્ધ ચાલી રહ્યું છે. બીજી જ ક્ષણે વીડિયોમાં એક જગ્યાએ વડાપાવની યુવતી અન્ય મહિલા સાથે ઝપાઝપી કરતી જોવા મળે છે. રસ્તાની વચ્ચે બનેલા આ નાટકને ઘણા લોકોએ પોતાના કેમેરામાં કેદ કર્યો હતો અને બાદમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ ગયો. વીડિયો ક્યારનો છે અને વિવાદ પાછળનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયુ નથી.

વીડિયો જોયા બાદ કેટલાક લોકો તેને ડ્રામા ગણાવી રહ્યા છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું- ગમે તે થાય, આ છોકરી ખૂબ મહેનત કરે છે. બીજાએ લખ્યું – જ્યારે પણ જુઓ આ છોકરીનો કોઇના કોઇ સાથે પંગો થઇ રહ્યો હોય છે. કદાચ આ ઝડપથી પ્રખ્યાત થવાનો એક માર્ગ છે. અન્ય એકે લખ્યું- દીદી ટૂંક સમયમાં બિગ બોસમાં જોવા મળશે. ત્યાં કેટલાકે લખ્યું- આ છોકરી વડાપાવ કરતાં તેના હંગામા માટે વધુ પ્રખ્યાત છે.

Shah Jina