પાકિસ્તાની આર્મી ટ્રેનિંગની ખુલી પોલ, 3 ક્રિકેટર થયા ઘાયલ, વિરાટ-બાબરનો રેકોર્ડ તોડવાવાળો ધાકડ ખેલાડી સીરીઝથી બહાર

વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન પાકિસ્તાનના સ્ટાર ખેલાડીઓમાંનો એક છે. રિઝવાને હાલમાં જ વિરાટ કોહલી અને બાબર આઝમના વર્લ્ડ રેકોર્ડને ધ્વસ્ત કર્યો હતો. તે ટી20માં સૌથી ઝડપી 3000 રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. પાકિસ્તાન આર્મી સાથે ફિટનેસ ટ્રેનિંગમાં ભાગ લેનાર આ ખેલાડી 2 મેચ રમ્યા બાદ ઘાયલ થયો છે. રિઝવાન ફિટનેસ કારણોને લીધે ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ જારી 5 મેચોની ઘરેલુ ટી20 સીરીઝના બાકી બચેલા 3 મુકાબલાથી બહાર થઇ ગયો છે. તેનું મે મહિનામાં આયરલેન્ડ અને ઇંગ્લેન્ડ દોરા પર જવાનું સંદિગ્ધ થઇ ગયુ છે.

પાકિસ્તાની ખેલાડીઓને પીસીબીના નવા અધ્યક્ષ મોહસિન નકવીએ પાકિસ્તાની આર્મી બેઝ પર સેના સાથે તાલીમ અપાઇ હતી. પીસીબી અધ્યક્ષનું માનવું હતું કે આનાથી ખેલાડીઓનું ફિટનેસ સ્તર વધશે. પરંતુ હવે તેની આડઅસર દેખાવા લાગી છે. સેના સાથે તાલીમ બાદ પાકિસ્તાનની ટીમ ન્યૂઝીલેન્ડ સાથે તેની પ્રથમ શ્રેણી રમી રહી છે.

શ્રેણીની પ્રથમ મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી જ્યારે બાકીની બે મેચ રમાઈ હતી. ત્યારે હજુ તો મેચ બાકી છે અને એ પહેલા પાકિસ્તાનના 3 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા હોવાની ખબર છે. હવે તેઓ શ્રેણીમાંથી બહાર થઇ ગયા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ કહ્યું કે રિઝવાન અને યુવા બેટ્સમેન ઈરફાન ખાન નિયાઝીને ફિટનેસના કારણોસર ન્યુઝીલેન્ડ સામેની બાકીની બે મેચ માટે પસંદ કરવામાં આવ્યા નથી.

આ પહેલા વિકેટકીપર આઝમ ખાનને મેચ રમ્યા વિના સીરિઝમાંથી બહાર થવું પડ્યું હતું. રાવલપિંડીમાં ત્રીજી ટી20 મેચ દરમિયાન બેટિંગ કરતી વખતે રિઝવાન ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી તે રમી શક્યો નહોતો. આ સિરીઝમાં ડેબ્યૂ કરનાર ઈરફાન ગ્રોઈન ઈન્જરીથી પીડાઈ રહ્યો છે. રિઝવાને બીજી T20 મેચમાં 45 રનની અણનમ ઇનિંગ રમીને ટીમને જીત અપાવી હતી. આ મેચમાં તેણે એક સાથે વિરાટ કોહલી અને બાબર આઝમનો રેકોર્ડ તોડ્યો હતો.

રીપોર્ટ્સ અનુસાર, ક્રિકટરોને લશ્કરી તાલીમ દરમિયાન કાકુલના પર્વતો પર એકબીજાની પીઠ પર બેસાડી દોડાવવામાં આવી રહ્યા છે. આ સાથે આર્મી ફિઝિકલ હર્ડલ, બર્મા બ્રિજ અને ક્લાઈમ્બિગ પણ કરાવાય છે. સૌથી અઘરી કવાયત ખેલાડીઓને એકબીજાની પીઠ પર બેસાડીને દોડવું છે. જેમ એક સૈનિક યુદ્ધના મેદાનમાં તેના ઘાયલ સાથીને પીઠ પર ઉઠાવીને દોડે છે. જેમાં ઘણા ખેલાડીઓ હાંફી રહ્યા છે.

Shah Jina