કંટાળીને છોડી દીધી નોકરી, છેલ્લા દિવસે શેઠની સામે જ ઢોલ વગાડીને કર્યું આવું, જોતો રહી ગયો બોસ – જુઓ વીડિયો

કામના છેલ્લા દિવસે શખ્સે ઓફિસ બહાર ઢોલ વગાડાવી કર્યા ભાંગડા, જોતો રહી ગયો બોસ

ઓફિસના ટોક્સિક વાતાવરણમાં કામ કરવું કોઈપણ માટે ખૂબ મુશ્કેલ હોય છે. કેટલાક લોકો મજબૂરીમાં કામ કરતા હોય છે, જ્યારે કેટલાક લોકો કંટાળી કોઈની પરવા કર્યા વિના નોકરી છોડી દે છે. એવામાં આ વાતાવરણમાંથી બહાર નીકળવું એ આત્મ-સંતોષકારક અનુભવ હોઈ શકે છે. જ્યારે કેટલાક લોકો પોતાના કામના છેલ્લા દિવસે સાથીદારોને પાર્ટી આપી ઉજવણી કરે છે, ત્યાં પુણેના સેલ્સ એસોસિએટ અનિકેતે કંઈક અલગ કર્યું.

તેણે ઢોલ વાળાને ઓફિસની બહાર બોલાવ્યા અને જોરશોરથી ડાન્સ કર્યો, આ દરમિયાન તેનો બોસ બધું જોતો રહ્યો, અનીશ ભગતે સેલિબ્રેશનનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોમાં તે કહે છે કે તે ત્રણ વર્ષથી કંપનીમાં કામ કરી રહ્યો છે, તેનો પગાર વધ્યો નથી અને બોસ તેને કોઈ માન-સન્માન આપતા નથી. એટલે જ્યારે તેનો કામનો છેલ્લો દિવસ હતો ત્યારે તેના મિત્રો ઢોલ સાથે તેની ઓફિસની બહાર ભેગા થયા અને જોરશોરથી નાચ્યા.

વીડિયોમાં બોસને પરિસ્થિતિથી ઉશ્કેરાયેલા દેખાડવામાં આવ્યા છે. અસ્વસ્થ બોસે લોકોને ધક્કો માર્યો અને તેમની સામે નારાજગી વ્યક્ત કરી, જ્યારે ભગતે પોસ્ટના કેપ્શનમાં લખ્યું, “મને લાગે છે કે તમારામાંથી ઘણા લોકો આની સાથે જોડાયેલા હશે. આ દિવસોમાં ટોક્સિક વર્ક કલ્ચર ખૂબ પ્રચલિત છે. સન્માન અને અધિકારની કમી ઘણી સામાન્ય છે. અનીકેત તેનું આગલું પગલું લેવા માટે તૈયાર છે. મને ઉમ્મીદ છે કે આ કહાની લોકોને પ્રેરિત કરશે.

જણાવી દઇએ કે, આ પોસ્ટ થોડા દિવસો પહેલા શેર કરવામાં આવી હતી, જેને લાખો લોકોએ જોઇ છે. પોસ્ટ પર ઘણી લાઈક્સ અને કોમેન્ટ્સ આવી રહી છે. એકે લખ્યું, ‘મને ખબર નથી કે આનાથી મને આટલો સંતોષ કેમ થયો.’ અન્ય એકે લખ્યુ, “ડાંસ એ મને એક અલગ સ્તરનો સંતોષ આપે છે.” બીજા એકે લખ્યુ- તમે ખરેખર મારા જીવનમાં જોયેલા સૌથી સકારાત્મક અને પ્રોત્સાહક વ્યક્તિ છો, અન્ય એકે લખ્યુ- “ભાઈ, તમે જે સારા કામ કરો છો તેના માટે હું તમને પ્રેમ કરું છું.”

 

View this post on Instagram

 

A post shared by Anish Bhagat (@anishbhagatt)

Shah Jina