ખબર

18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન લેવા અંગે થયો ધબડકો, જાણીને ગુસ્સો આવશે

દેશમાં આજે સાંજથી 18 વર્ષથી ઉપરના લોકોના વેક્સિનેશન માટે ઑનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. કોવિન પ્લેટફોર્મ અથવા આરોગ્ય સેતુ દ્વારા આના માટે રજિસ્ટ્રેશન કરાવવામાં આવી શકે છે. એના માટેનું રજિસ્ટ્રેશન આ 28 એપ્રિલથી સાંજે 4 વાગ્યાથી શરૂ થવાનું હતું. પરંતુ 4 વાગતાં જ કોવિન પોર્ટલ ક્રેશ થઈ ગયું છે. લોકોને આરોગ્ય સેતુ અને ઉમંગ એપ પર પણ આ સમસ્યાનો જ સામનો કરવો પડ્યો.

18થી 44 વર્ષના લોકો રજિસ્ટ્રેશન વગર વેક્સિન નહીં લગાવી શકે. આવામાં પોર્ટલ ક્રેશ થવાથી લોકોને ઘણી જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે 45 વર્ષથી વધુના લોકો વેક્સિનેશ કેંદ્ર પર રજીસ્ટ્રેશન કરાવીને રસી લઈ શકે છે. રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજ પ્રથમ તબક્કાની માફક જ રહેશે.

આ પહેલાં સરકારે રજિસ્ટ્રેશનની તારીખની તો જાહેરાત કરી દીધી હતી, પરંતુ કયા સમયથી રજિસ્ટ્રેશન શરૂ થશે એ વિશે કોઈ માહિતી આપવામાં આવી નથી.આ સંજોગોમાં લોકો 27 એપ્રિલથી જ મોડી રાતથી કોવિન પોર્ટલ, આરોગ્ય સેતુ અથવા ઉમંગ એપ પર રજિસ્ટ્રેશનના પ્રયત્નો શરૂ કરી દીધા હતા. પ્રોસેસ શરૂ ના થતાં લોકોએ સોશિયલ મીડિયા પર ફરિયાદો કરવાનું પણ શરૂ કર્યું હતું. ત્યાર પછી આરોગ્ય સેતુ એપ દ્વારા સરકારે સ્થિતિ સ્પષ્ટ કરી હતી.