ઋષભ પંત ઘાયલ, ઉર્વશીની મમ્મી પણ થઇ પરેશાન, જાણો એવું તે શું કહ્યું કે જેથી યુઝર્સ બોલ્યા- “ચિંતા ના કરો, ઠીક થઇ જશે”

ઋષભ પંતના અકસ્માત બાદ હવે ઉર્વશીના મમ્મી પણ આવ્યા મેદાનમાં, કરી દીધી આ મોટી વાત તો યુઝર્સ બોલ્યા- “સાસુ મા.. તમે ”

ક્રિકેટર ઋષભ પંતની કારનો હાલમાં જ અકસ્માત થયો હતો, જેને કારણે તેને ગંભીર ઇજા પહોંચી હતી. તે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ખબર સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા યુઝર્સથી લઇને બોલિવુડ અને ક્રિકેટ જગતની હસ્તિઓ પંતના ઠીક થવાની દુઆ કરી રહી છે. એવામાં હવે ઉર્વશી રૌતેલાની માતા મીરા રૌતેલાએ ક્રિકેટરને લઇને પોસ્ટ શેર કરી છે. ઉર્વશીની માતા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેમની અને તેમની દીકરી સાથેની તસવીરો પોસ્ટ કરતી રહે છે.

ત્યારે હાલમાં તેમણે પંતનો એક ફોટો પોસ્ટ કરી તેના જલ્દી સાજા થવાની કામના કરી છે. પંતનો ફોટો શેર કરી ઉર્વશીની માતાએ લખ્યુ- સોશિયલ મીડિયાની અફવા એક બાજુ અને તમે સ્વસ્થ થઇ આંતરરાષ્ટ્રીય સ્તર પર ઉત્તરાખંડનું નામ રોશન કરો તે બીજી તરફ.સિદ્ધબલિબાબા તમારા પર વિશેષ કૃપા કરે. તમે બધા લોકો પ્રાર્થના કરો. આ પોસ્ટ બાદ ઘણા લોકોએ કોમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે લખ્યુ- દામાદજી ઠીક થઇ જશે, ત્યાં એકે લખ્યુ- દીકરી તો દીકરી, માં પણ. બીજા એકે લખ્યુ- સાસુમાંની દુઆ હંમેશા કામ આવે છે.

પંતના અકસ્માતની ખબર સામે આવ્યા બાદ અનિલ કપૂર અને અનુપમ ખેર સહિત કેટલાક સેલેબ્સ પંતનો હાલ જાણવા પણ ગયા હતા. ઉર્વશી રૌતેલાની વાત કરીએ તો, તે તેની પોસ્ટ્સને લઇને સતત ટ્રોલ થાય છે. ક્રિકેટર ઋષભ પંતના નામ પર ઉર્વશવીને ટ્રોલ કરવામાં આવે છે. ક્રિકેટરના અકસ્માતની ખબર આવ્યા બાદ ઉર્વશીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યુ હતુ Praying એટલે કે દુઆ કરી રહી છું. એવામાં ઘણા યુઝર્સે તેની મજાક ઉડાવતા તેને ઘણું સંભળાવ્યુ હતુ.

30 ડિસેમ્બરના રોજ સાંજે ઉર્વશી રૌતેલાએ ટ્વીટ કરી લખ્યુ હતુ કે, તારા અને તારા પરિવાર માટે દુઆ કરી રહી છું. આ ટ્વીટ જોઇ યુઝર્સ કન્ફ્યુઝ થઇ ગયા હતા. યુઝર્સનું કહેવુ હતુ કે તેમને સમજ નથી આવી રહ્યુ કે ઉર્વશી ઋષભ પંત વિશે વાત કરી રહી હતી કે ફુટબોલ લિજેન્ડ પેલેના નિધન પર બોલી રહી હતી કે પછી પ્રધાનમંત્રી મદીની માતાના નિધન પર દુઆ કરી રહી હતી. ત્યાં કેટલાક યુઝર્સે ઉર્વશીની ઋષભ માટે મહોબ્બત સાચી ગણાવી.

 

View this post on Instagram

 

A post shared by Meera Rautela (@meera_rautela)

Shah Jina