શોએબ ઇબ્રાહિમે પત્ની દીપિકા કક્કરને આપી નવા વર્ષે ખૂબ જ ખાસ અને કરોડોની ગિફ્ટ, શેર કરે છે સ્ટ્રોંગ બોન્ડ

વાહ પતિ હોય તો આવો, શોએબ ઇબ્રાહિમે પત્ની દીપિકાને 1.36 કરોડની BMW આપી, તસવીરો જોઈને પાગલ થઇ જશો

ટીવીની દુનિયામાં દીપિકા કક્કર અને શોએબ ઇબ્રાહિમની જોડી કમાલની છે. શોએબ તેની પ્રોફેશનલ લાઇફથી વધારે પર્સનલ લાઇફને લઇને ચર્ચામાં બનેલો રહે છે. રહે પણ કેમ નહિ, આખરે ટીવીની સંસ્કારી વહુ સિમર એટલે કે દીપિકા કક્કર તેની રિયલ લાઇફ પત્ની જો છે. બંનેને સંબંધ તેમની ખાસ બોન્ડિંગને કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. કપલની લવ સ્ટોરી પણ કોઇ ફિલ્મની સ્ટોરીથી ઓછી નથી. દીપિકા પતિ શોએબની સાથે સાથે પૂરા પરિવાર સાથે ખાસ બોન્ડિંગ શેર કરે છે. સાસુ-સસરાની પણ તે ઘણી નજીક છે. શોએબની બહેનની તો જાન છે દીપિકા.

બંનેને નાના પડદાના પાવર કપલ કહેવાય છે. તેઓ ખાસ અવસરને એકસાથે એન્જોય કરે છે. બંને એકબીજાની ઘણી રિસ્પેક્ટ કરે છે અને સોશિયલ મીડિયા પર ખાસ પળોની તસવીરો પણ શેર કરતા રહે છે. વર્ષ 2023નો આગાજ થઇ ગયો છે અને આ ખાસ અવસર પર દીપિકા કક્કરને તેના પતિ તરફથી ખૂબ જ ખાસ ગિફ્ટ મળી છે. શોએબે તેની પત્નીને એક મોંઘી કાર BMW X7 ગિફ્ટ કરી છે, જેની કિંમત જાણીને તમે ચોંકી જશો. શોએબ ઈબ્રાહિમે આપેલ આ ખાસ સરપ્રાઈઝ જોઈને દીપિકાની ખુશીનો તો પાર જ નથી રહ્યો.

શોએબ અને દીપિકાએ કાર સાથે ઘણા ફોટા શેર કર્યા છે. અભિનેત્રીએ તસવીરો શેર કરી કેપ્શનમાં લખ્યું – મારી આ મોટી ભેટ ઘરે લાવી. અમારી નવી BMW X7!!! અલ્હમ્દુલિલ્લાહ. નવા વર્ષે નવી કાર મળ્યા બાદ દીપિકાની ખુશીનો કોઈ પાર નથી. તે કાર સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. નવા વર્ષની આ બેવડી ખુશીથી તેના ચાહકો પણ ખુશ છે અને તેને બેવડી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. શોએબ ઈબ્રાહિમે દીપિકા કક્કરને જે કાર આપી છે તે BMWનું X7 મોડલ છે.

તે ખૂબ જ સ્પેસ ધરાવતી અને આરામદાયક કાર છે. કપલના કાર કલેક્શનમાં આ નવી લક્ઝુરિયસ કારનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેની કિંમતનો અંદાજ તેના લક્ઝુરિયસ અને સ્ટાઇલિશ લુક પરથી જ લગાવી શકાય છે. ભારતમાં આ કારની કિંમત 1 કરોડ 36 લાખ રૂપિયા છે. જો કે, આ વાહનની રેન્જ 1 કરોડ 18 લાખથી 1 કરોડ 78 લાખની આસપાસ હોવાનું માનવામાં આવે છે. આ કાર તમામ સુવિધાઓથી સજ્જ છે અને તે લક્ઝુરિયસ મોંઘા વાહનોમાંની એક છે.

શોએબે ઈન્સ્ટાગ્રામ પર દીપિકા સાથેનો એક ફોટો શેર કર્યો, જેમાં બંને નવી કાર સાથે ફોટા પડાવતા જોવા મળે છે. શોએબ આ સમયે દીપિકાને કિસ કરતો જોવા મળે છે. ફોટો શેર કરતા શોએબે લખ્યું – વર્ષ 2022 અમારા માટે ખૂબ જ સુખદ હતું અને અમે આ નવી કાર લાવીને આ વર્ષનું ખાસ રીતે સ્વાગત કર્યું છે. આ ક્ષણો આનંદથી ભરેલી છે. આ ખાસ કરીને દીપિકા તારા માટે છે. મને બધું આપવા બદલ આભાર.

Shah Jina