શાહરૂખ ખાનની ઓનસ્ક્રીન દીકરી અંજલીની થઇ ગઇ સગાઇ, વિદેશી બોયફ્રેન્ડે ઘૂંટણ પર બેસી કર્યુ પ્રપોઝ

ભારતીય પુરુષોમાં શું કમી હતી? શાહરૂખ ખાનની ઓનસ્ક્રીન લાડલીએ વિદેશી મર્દ સાથે સગાઇ કરતા જ થઇ ટ્રોલ, જુઓ તસવીરો

બોલિવુડની બ્લોકબસ્ટર ફિલ્મ “કુછ કુછ હોતા હૈ”ની નાની અંજલી તો તમને યાદ હશે ને ? જેણે શાહરૂખ ખાનની દીકરીનો રોલ નિભાવ્યો હતો. જેણે તેની ક્યુટનેસથી બધાનું દિલ જીતી લીધુ હતુ. પોતાના પપ્પા શાહરૂખ ખાન એટલે કે રાહુલના બીજા લગ્ન કરાવવાના મિશન પર નીકળેલી અંજલિએ હવે રિયલ લાઇફમાં પોતાનું ઘર વસાવી લીધું હતું. અંજલી એટલે કે સના સઈદે સગાઈ કરી લીધી છે. કરણ જોહરની ફિલ્મ કુછ કુછ હોતા હૈ ફેમ સના સઈદે સગાઈ કરી લીધી છે.

સનાને તેના બોયફ્રેન્ડે નવા વર્ષ નિમિત્તે પ્રપોઝ કર્યું હતું અને વીંટી પહેરાવીને તેને કાયમ માટે પોતાની બનાવી લીધો હતો. સનાએ એક વીડિયો પોસ્ટ કરીને આ ખુશખબર જાહેર કરી છે. જો કે સનાએ કેપ્શનમાં કંઈ ખાસ લખ્યું નથી, પરંતુ હાર્ટ, રિંગ અને લવ ફેસ ઈમોટિકોન્સથી પોતાની ખુશી વ્યક્ત કરી છે. વીડિયોમાં સનાની ખુશી જોતા જ બની રહી છે. પોસ્ટ શેર કર્યા પછી તરત જ તેના મિત્રોએ કમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધુ. બ્લેક ગાઉન અને થાઈ હાઈ બુટમાં સના ખૂબ જ સુંદર લાગી રહી છે.

ત્યાં તેનો મંગેતર પણ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહ્યો છે. સનાના બોયફ્રેન્ડે તેને ઘૂંટણ પર બેસીને પ્રપોઝ કર્યું હતુ. આ સીન જોઈને એક્ટ્રેસ ખુશીથી ડાન્સ કરવા લાગી હતી. સનાએ જે વીડિયો પોસ્ટ કર્યો છે, તેમાં સના તેની સુંદર હીરાની વીંટી પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. તેણે તેના મંગેતર સાથે અનેક પોઝ પણ આપ્યા હતા. સના લાંબા સમયથી Csaba Wagnerને ડેટ કરી રહી હતી. તે એક હોલીવુડ સાઉન્ડ ડિઝાઇનર છે અને તે લોસ એન્જલસમાં રહે છે. તે અવારનવાર એક્ટ્રેસ સાથે પોતાની તસવીરો પોસ્ટ કરતો રહે છે.

તેના એકાઉન્ટ પર સના સાથેના હેંગઆઉટ્સની ઘણી સુંદર તસવીરો અને ઝલક જોવા મળશે. સના સઈદના વર્કફ્રન્ટની વાત કરીએ તો તેણે વધારે ફિલ્મોમાં કામ કર્યું નથી. કુછ કુછ હોતા હૈ પછી તેણે કેટલીક ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું અને તે બાદ તે કરણ જોહરની ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરમાં જોવા મળી હતી. ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કરિયર શરૂ કરનારી સનાનો જન્મ 22 સપ્ટેમ્બર 1988ના રોજ મુંબઈમાં થયો હતો. સનાએ ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’થી ડેબ્યૂ કર્યું હતું.

પોતાના ક્યૂટ લુકથી દર્શકોને મંત્રમુગ્ધ કરનાર સના હવે ઘણી મોટી થઈ ગઈ છે અને તે ખૂબ જ ગ્લેમરસ પણ છે. સના સઈદે શાહરૂખ ખાન, સલમાન ખાન, કાજોલ, રાની મુખર્જી સ્ટારર ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’માં શાનદાર અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં અંજલિનો રોલ કરીને સના રાતોરાત ફેમસ થઈ ગઈ હતી. આ પછી સનાએ ‘હર દિલ જો પ્યાર કરેગા’ અને ‘બાદલ’ ફિલ્મમાં પણ કામ કર્યું, પરંતુ અચાનક જ સનાએ પોતાને ફિલ્મોથી દૂર કરી લીધી હતી.

લાંબા સમય સુધી સ્ક્રીનથી દૂર રહ્યા બાદ સનાએ ટીવી શોમાં કામ કરવાનું શરૂ કર્યું. તે વર્ષ 2008માં ‘બાબુલ કા આંગન છૂટે ના’ જેવી સિરિયલમાં જોવા મળી હતી. આ સિવાય ‘ઝલક દિખલા જા’ રિયાલિટી શોમાં પણ તેણે ભાગ લીધો હતો. સના તેની 6,7 અને 9મી સીઝનમાં જોવા મળી હતી. સના સઈદે ટીવી પછી કરણ જોહરની ફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’માં કામ કર્યું, પરંતુ આ ફિલ્મમાં તે ‘કુછ કુછ હોતા હૈ’ જેટલી લોકપ્રિયતા મેળવી શકી નહોતી.

 

View this post on Instagram

 

A post shared by Sana Saeed (@sanaofficial)

Shah Jina