ટીવીની ગોપી વહુએ લક્ઝુરિયસ વેડિંગ છોડી કેમ કર્યા શાહનવાઝ શેખ સાથે કોર્ટ મેરેજ ? કહ્યું,એ તો પૈસાની બરબાદી…

કેવી ખુશખુશાલ છે પતિ સાથે….મોંઘાદાટ ડેસ્ટિનેશન વેડિંગ છોડી કોર્ટ મેરેજ કરવા પર બોલી દેવોલિના- મોંઘા લગ્ન કરતી તો, જાણો આગળ

ટીવી અભિનેત્રી દેવોલિના ભટ્ટાચાર્જીએ 14 ડિસેમ્બર 2022ના રોજ અચાનત લગ્ન કરી ચાહકોને મોટું સરપ્રાઇઝ આપ્યુ. અભિનેત્રીએ તેના જીમ ટ્રેનર શાહનવાઝ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ ગોપી વહુએ લેવિશ લગ્ન છોડી સિંપલ લગ્ન કરી લોકોને ચોંકાવી દીધા હતા. દેવોલિનાનો વેડિંગ લુક પણ ઘણો સિંપલ હતો. ચાહકોની ઉત્સુકતા ઓછી કરવા માટે દેવોલિનાએ તેની સિંપલ વેડિંગનો રાઝ ખોલ્યો છે. દેવોલિનાએ પિંકવિલાને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યુ કે, મને લાગે છે કે હું જ્યારે ટીનેજર હતી.

હંમેશા રોયલ વેડિંગ વિશે વિચારતી. પણ કોવિડ-19 લોકડાઉને મારા જીવનના અલગ અલગ પહેલુઓને સમજાવ્યા અને મેં પૈસાની કિંમત જાણી. મને લાગે છે કે એક સમયે એવો આવે છે જ્યારે તમે ટ્રેન્ડ તોડી દો છે અને સોસાયટીને એ જણાવો છો કે પોતાના વેડિંગ ડેને મોટો બનાવવો તમને રોયલ નથી બનાવતો. પોતાની મહેનતથી કમાવેલા પૈસાને બરબાદ કરવાની જગ્યાએ જરૂરિયાતમંદની મદદમાં લગાવવા અને તેમની દુઆ લેવી કારણ કે તમારું જીવન હેપ્પી અને સાચુ રહે, આ મહત્વનું છે.

મને નથી લાગતુ કે રોયલ લાઇફસ્ટાઇલને ફોલો કરવું મને હંમેશા મદદ કરશે, દેવોલિનાને જ્યારે પૂછવામાં આવ્યુ કે તેણે તેના લગ્નનું પ્લાનિંગ મહિનાઓ પહેલા કર્યુ કે પછી અચાનકથી નિર્ણય લીધો ? આના પર અભિનેત્રીએ કહ્યુ કે, હું મારા પ્રેમને લઇને શ્યોર હતી. આ મોટો દિવસ હતો અને મારી માતા મારી સાથે હતી. આ થયુ અને હું યુનિવર્સનો આભાર માનું છે કે મને આટલો સારો દિવસ આપ્યો. તેણે કહ્યુ કે, ગ્રેન્ડ વેડિંગ ફિઝૂલ ખર્ચ છે. હું માનુ છે કે બધુ દેખાવો છે. મને લાગે છે તે તમારા પાસે પૈસા છે તો તે બતાવવાની જરૂરત નથી.

હું આને રોયલ બનાવી શકતી હતી. મને લાગે છે કે મેં, મારા પતિ અને મારા પેરેન્ટ્સે ઘણી મહેનતથી પૈસા કમાયા છે, આ માટે અમારે તેને સારી જગ્યાએ લગાવવા જોઇએ. દેવોલિનાએ કહ્યું, “તેમના કોર્ટ મેરેજ બાદ એ જ સાંજે લોનાવાલાના એક રિસોર્ટમાં ગેટ-ટુ-ગેધર યોજાયું હતું અને એક દિવસ બાદ શાહનવાઝના પરિવારે રિસેપ્શન રાખ્યું હતું.” તેણે કહ્યુ કે, અમે અમારા લગ્ન છુપા રાખવા માગતા હતા અને રિસેપ્શન પહેલા જ ખુલાસો કરવાના હતા, પણ આવું થયુ નહિ. હું મારી જાતને તસવીરો શેર કરતાં ના રોકી શકી.દેવોલિનાના સરપ્રાઇઝ વેડિંગ પણ વર્ષો સુધી યાદ રાખવામાં આવશે.

તેના લગ્ન ઘણા સસ્પેંસથી ભરેલા હતા. લગ્નના એક દિવસ પહેલા દેવોલિનાએ ઇન્સ્ટાગ્રામ પર હલ્દીનો ફોટો શેર કર્યો. પછી બીજા દિવસે બ્રાઇડલ લુક શેર કર્યો. અભિનેત્રીના લગ્ન પર કોઇને વિશ્વાસ નહોતો. અભિનેત્રીના લગ્ન કંફર્મ થઇ ગયા અને જ્યારે દેવોલિનાનો માંગમાં સિંદુર અને મંગળસૂત્રવાળો ફોટો સામે આવ્યો ત્યારે બધા શોક્ડ રહી ગયા. દિવસ ખત્મ થતા થતા દેવોલિનાએ તેના પતિ શાહનવાઝ સાથે ફોટો શેર કર્યા અને ચાહકો સાથે પોતાના દુલ્હાને રૂબરૂ કરાવ્યો.

Shah Jina