બોલિવુડમાં હીરો-હીરોઇનો વચ્ચે અફેર કોઇ નવી વાત નથી. આ દિવસોમાં બોલિવુડના બે નવા સ્ટાર તેમના અફેરને લઇને ચર્ચામાં ચાલી રહ્યા છે. લાગી રહ્યુ છે કે નવા વર્ષની શરૂઆતમાં બોલિવુડને નવું કપલ મળી ગયુ છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની ખબરો વચ્ચે હવે બાહુબલી ફેમ એક્ટ્રેસ તમન્ના ભાટિયા અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ ડાર્લિંગ ફેમ વિજય વર્માની ડેટિંગની ખબરો તેજ ચાલી રહી છે. ન્યુ યર પાર્ટીમાં તમન્ના ભાટિયા અને વિજય વર્મા રોમાન્ટિક અંદાજમાં એકબીજાના નજીક જોવા મળ્યા હતા.
તમન્નાએ ગોવામાં ન્યુ યર સેલિબ્રેટ કર્યુ. તેનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે અને વિજય વર્મા બંને એકબીજાને ગળે મળતા અને કિસ કરતા જોઇ શકાય છે. એવું કહેવામાં આવી રહ્યુ છે કે બંનેએ સાથે ન્યુ યર 2023 સેલિબ્રેટ કર્યુ. આ જોડીએ ગોવામાં નવા વર્ષનું સ્વાગત કર્યુ અને તેની ઝલકે ઇન્ટરનેટ પર તોફાન લાવી દીધુ. સોશિયલ મીડિયા પર વીડિયો સામે આવતા જ જોતજોતામાં વાયરલ થઇ ગયો અને કપલના રિલેશનશિપમાં હોવાની ચર્ચા જોરોશોરોથી થવા લાગી.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલ એક વીડિયો વિજય અને તમન્નાને ગોવાના એક ક્લબમાં જોઇ શકાય છે. જો કે, વીડિયોમાં તેમના ચહેરા સ્પષ્ટ નથી, પરંતુ નવા વર્ષની આતિશબાજીના બેકગ્રાઉન્ડમાં તમન્ના અને વિજયને ગળે મળતા જોઇ શકાય છે. વીડિયોના બીજા ભાગમાં એક બ્લર પેન શઓર્ટને બતાવવામાં આવ્યો, જેમાં બંને કિસ કરતા પણ જોવા મળે છે. વીડિયો પર પ્રતિક્રિયા આપતા એક યુઝરે લખ્યુ- તે વાસ્તવમાં તેમના સંબંધને ઉજાગર કરી રહ્યા છે અને હવે આને છુપાવવાનો કોઇ પ્લાન નથી.
ત્યાં અન્ય એકે લખ્યુ- હું તેમના માટે ખુશ છું, આ બે પ્રતિભાશાળી લોકો વાસ્તવમાં એક સારા કપલ છે. જો કે, અત્યાર સુધી ના તો વિજય અને ના તમન્નાએ આ મામલે કોઇ કમેન્ટ કરી છે. કેટલાક દિવસો પહેલા જ બંનેને મુંબઇ એરપોર્ટ પર સ્પોર્ટ કરવામાં આવ્યા હતા. રીપોર્ટ્સ અનુસાર, બંને ન્યુ યર સેલિબ્રેટ કરવા માટે સાથે ગોવા ગયા હતા. એવું પણ કહેવામાં આવી રહ્યુ છે કે વિજય 21 ડિસેમ્બરના રોજ જન્મદિવસ પર તમન્નાને મળવા તેના ઘરે પણ ગયા હતા.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, તમન્નાને બાહુબલી માટે ઓળખવામાં આવે છે. તમન્ના હિંદી સિનેમા સાથે તમિલ અને તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એક્ટિવ છે. તે તેના કરિયરમાં ઘણી ફિલ્મોમાં જલવો વિખેરી ચૂકી છે. તમન્ના હવે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે બોલે ચુડિયામાં જોવા મળશે. ત્યાં વિજય વર્માની વાત કરીએ તો, તે છેલ્લે નેટફ્લિક્સ ફિલ્મ ડાર્લિંગ્સમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની દમદાર એક્ટિંગની ઘણી સરાહના થઇ હતી.
હાલમાં જ એવી ખબર આવી હતી કે અભિનેત્રી મુંબઇના કોઇ બિઝનેસમેન સાથે લગ્ન કરશે, ત્યાં કેટલાક રીપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે તમન્નાએ બિઝનેસમેનના પ્રપોઝલને એક્સેપ્ટ કરી લીધુ છે અને હા કહી દીધુ છે. જો કે, અભિનેત્રીએ ત્યારે આ વાતનું ખંડન કરી દીધુ હતુ.
View this post on Instagram