જેના ખેતરમાં સાવજ પણ પાણી પીવા માટે દોડ્યા આવે એવા રાજભા ગઢવીનું ફાર્મ હાઉસ જોયું છે તમે ? વીડિયો જોઈને રાજીના રેડ થઇ જશો.. જુઓ
ગુજરાત અને તેમાં પણ સૌરાષ્ટ્રની ધરતી શૂરવીરોની ધરતી કહેવામાં આવે છે. જેને ઘણા બધા કલાકારોએ પોતાના શબ્દોમાં વર્ણવી છે. ડાયરાના મંચ પરથી જયારે ડાયરા કલાકાર ડાયરાના સુર લલકારે ત્યારે સાંભળનારા સૌ શ્રોતાજનોના રૂંવાડા પણ ઉભા થઇ જાય. સૌરાષ્ટ્રના શુરવીરોની કહાની તેમના મુખે આવતા ચાર ચાંદ લગાવી જાય.
એવા જ એક લોકપ્રિય ડાયરા કલાકાર છે રાજભા ગઢવી. જેમનું ગુજરાતમાં ખુબ જ મોટું નામ છે. પરંતુ રાજભાની એક ખાસિયત એ પણ છે કે તે જમીન સાથે જોડાયેલા છે અને તે પોતાની ધરતીને પોતાની જમીનને ખુબ જ પ્રેમ પણ કરે છે. જેની ઝાંખી પણ તેઓ અવાર નવર પોતાના સોશિયલ મીડિયા દ્વારા બતાવતા હોય છે.
હાલમાં જ રાજભા ગઢવીએ પોતાના સોશિયલ મીડિયામાં તેમની કેટલીક તસવીરો અને એક વીડિયો શેર કર્યો છે. જેમાં રાજભાએ તેમનું ફાર્મહાઉસ બતાવ્યું છે. તેમનું ફાર્મ હાઉસ કોઈ આલીશાન મહેલ જેવું નથી. પરંતુ ખુબ જ સામાન્ય છે. પરંતુ આ ફાર્મ હાઉસની ખાસિયત એ છે કે તે ગીરના ખોળામાં વસેલું છે.
રાજભાએ તસવીરો શેર કરતા સાથે કેપશનમાં લખ્યું છે. મારાં ખેતરમાં આંબા મોરિયા. આ તસ્વીરોમાં રાજભા ગઢવી અને તેમનો દીકરો ફાર્મ પર આંબાની પાસે ઉભેલા જોવા મળી રહ્યા છે. સાથે જ આંબા પર મોર મહોરી રહ્યો છે. થોડા જ સમયમાં હવે કેરીની સીઝન અવની છે ત્યારે પહેલા આંબા પર આવેલી આ મંજરી જોઈને રાજભા પણ ખુશ છે.
રાજભા દ્વારા શેર કરવામાં આવેલી અન્ય તસ્વીરોમાં તે ગીરની અંદર પોતાની કાર લઈને જતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તે અલગ અલગ સ્થળો પર ઉભા રહીને પોઝ પણ આપી રહ્યા છે. આ તસવીરો શેર કરવાની સાથે તેમને કેપશનમાં “ગીર” લખ્યું છે. તેમની આ તસવીરોને પણ ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.
આ ઉપરાંત રાજભાએ એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તેમનું આખું ફાર્મ હાઉસ જોવા મળી રહ્યું છે. આ ફાર્મ હાઉસમાં રાજભા લટાર મારતા જોવા મળી રહ્યા છે અને સાથે જ તાજા ફળ પણ ખાતા જોવા મળી રહ્યા છે. રાજભા ગઢવીના ફાર્મ પર લીલા શાકભાજી પણ છે જેને પણ રાજભા તોડી રહ્યા છે.
રાજભાના ચાહકો આ વીડિયોને હવે ખુબ જ પસંદ કરી રહ્યા છે. ઘણા લોકો કોમેન્ટ કરીને પણ તેમના ફાર્મ હાઉસના વખાણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાજભા ગઢવી તેમના ફાર્મ હાઉસની અવાર નવર મુલાકાત લેતા હોય છે અને ત્યાંથી તેઓ વીડિયો અને તસવીરો પણ શેર કરતા હોય છે.
View this post on Instagram
થોડા સમય પહેલાજ રાજભાએ તેમના ફાર્મ પર પાણી પીવા માટે આવેલા સિંહોનો પણ વીડિયો શેર કર્યો હતો. જેને પણ લોકોએ ખુબ જ પસંદ કર્યો હતો. રાજભાએ વીડિયો શેર કરવાની સાથે જ કેપશનમાં લખ્યું હતું. “રોજ સાંજ પડે અને મારા ફાર્મ માં નરસિંહ પાણી પીવા આવે છે એ હું મને ભાગ્ય શાળી સમજું છું.”