ટીવીમાં ખુબ સંસ્કારી વહુનો રોલ નિભાવતી અભિનેત્રીનો વીડિયો જોઈને યુઝર્સ બોલ્યા- વાહ જીમ ટ્રેનરના નસીબ તો જો…
દેવોલિના ભટ્ટાચાર્જી અને શાહનવાઝ શેખના લગ્ન સોશિયલ મીડિયા પર ઘણા હાઇલાઇટમાં રહ્યા હતા. શાહનવાઝ સાથે લગ્નને લઇને જ્યાં ચાહકોએ તેને શુભકામના પાઠવી, તો કેટલાક યુઝર્સે તેે ટ્રોલ પણ કરી. દેવોલિનાએ અચાનક લગ્ન કરી બધાને ચોંકાવી દીધા હતા. દેવોલિનાએ શાહનવાઝ સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. લગ્ન બાદ તેણે તેના દુલ્હાનો ચહેરો રીવિલ કર્યો હતો. દેવોલિનાના લગ્નમાં પરિવાર અને નજીકના મિત્રો સામેલ થયા હતા.
દેવોલિનાએ તેના ઇન્સ્ટા પર કોર્ટ મેરેજનો એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં તે ડોક્યુમેન્ટ પર સહી કરતી, શાહનવાઝને વરમાળઆ પહેરાવતી અને ડાન્સ કરતી જોઇ શકાય છે. દેવોલિના તેના નવા સફરને લઇને ઘણી જ ખુશ જોવા મળી હતી. લાલ સાડીમાં શાહનવાઝની દુલ્હન બનેલી દેવોલિના સુંદર લાગી રહી હતી. કપલનું એક્સાઇટમેન્ટ જણાવી રહ્યુ હતુ કે તેઓ આ દિવસની કેટલી આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા.
દેવોલિનાએ જે વીડિયો શેર કર્યો હતો, તેમાં તે અને શાહનવાઝ મેજિસ્ટ્રેટ સામે લગ્નના ડોક્યુમેન્ટ પર સાઇન કરતા જોવા મળી રહ્યા હતા. તે બાદ બંનએ એકબીજાને રિંગ અને વરમાળા પહેરાવી. આ વીડિયોને શેર કરતા દેવોલિનાએ એક નોચ પણ લખી હતી. તેણે હંમેશા તેની સાથે રહેવા માટે શાહનવાઝનો આભાર માન્યો. દેવોલિનાએ લખ્યુ- “14.12.2022. માત્ર પ્રેમ, મારા સાથે એ સમયે રહેવા માટે આભાર શોનૂ જ્યારે કોઇએ એ પૂછવાની જહેમત ન ઉઠાવી કે હું ઠીક છું કે નહિ.
જેવું હું ઇચ્છતી હતી તેવું મહેસૂસ કરાવવા માટે આભાર. પ્રેમ, સુરક્ષા અને કેર કરવા માટે આભાર, અને સૌથી જરૂરી મારુ સમ્માન કરવા અને મને મારી ખામીઓ સાથે સ્વીકારવા આભાર. દેવોલિના ભટ્ટાચાર્જીએ આગળ લખ્યુ- ઘણુ કહેવા માગુ છુ, પણ હાલ આટલુ જ. બધી વસ્તુ માટે થેંક્યુ સો મચ શોનૂ.
View this post on Instagram