વધુ એક દુઃખદ ખબરથી દેશ ડૂબ્યો સદમામાં, દેશનું નામ રોશન કરનારા આ દિગ્ગજ ખેલાડીના નિધનથી વ્યાપ્યો શોકનો માહોલ

નવા વર્ષની શરૂઆત સાથે એક પછી એક દુઃખદ ખબરો આવવાનો સિલસિલો યથાવત છે. હાલમાં જ એક એવી ખબર સામે આવી છે જેણે ખેલ જગતમાં દુઃખનું મોજું ફેરવી દીધું છે. થોડા દિવસ પહેલા જ ક્રિકેટર ઋષભ પંતના અકસ્માતના કારણે ખેલ જગત દુઃખમાં હતું ત્યાં વધુ એક ખબરે સૌને હચમચાવી દીધા છે. 1970ના દાયકામાં રાષ્ટ્રિય ટીમનું પ્રતિનિધિત્વ કરનારા પૂર્વ ભારતીય ફૂટબોલર શ્યામલ ઘોષનું કોલકાત્તામાં નિધન થયું છે.

શ્યામલ ઘોષની ઉંમર 71 વર્ષની હતી અને તે ઘણા લાંબા સમયથી બીમાર હતા.શ્યામલ ઘોષ તેમની પેઢીના સૌથી કુશળ ડિફેન્ડરમાંથી એક માનવામાં આવતા હતા. તેમને વર્ષ 1974માં થાઈલેન્ડ સામે મર્ડેકા કપમાં આંતરરાષ્ટ્રીય પ્રવેશ કર્યો હતો.  જેના બાદ તેઓ 1974ની એશિયન ગેમસમમાં પણ ભારતીય ટીમનો ભાગ રહ્યા હતા. ત્યારે હવે તેમના નિધન બાદ મોટી હસ્તીઓ પણ તેમને શબ્દો દ્વારા શ્રધાંજલિ પાઠવી રહ્યા છે.

તેમના નિધન બાદ AIFF પ્રમુખ કલ્યાણ ચૌબેએ કહ્યું કે, “શ્યામલ-દાનું નિધન ભારતીય ફૂટબોલ માટે મોટો આંચકો છે. 1970ના દાયકાના શ્રેષ્ઠ ફૂટબોલરોમાંના એક હોવા ઉપરાંત, તેઓ તેમની દોષરહિત રીતભાત માટે જાણીતા હતા, અને તેમના જીવન દરમિયાન મેદાન પર અને બહાર એક સજ્જન રહ્યા હતા. દુઃખની આ ઘડીમાં મારા વિચારો તેમના પરિવાર સાથે છે. ”

આ ઉપરાંત AIFFના જનરલ સેક્રેટરી ડૉ. શાજી પ્રભાકરને જણાવ્યું હતું કે, “શ્યામલ ઘોષ તેમના પરાક્રમ માટે ઉભરતા ડિફેન્ડર્સ માટે એક આદર્શ હતા. અમે બધા તેમના અવસાનથી ખૂબ જ દુઃખી છીએ. સમગ્ર ભારતીય ફૂટબોલ સમુદાય માટે આ એક મોટો ફટકો છે. તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના. તેમના આત્માને શાંતિ મળે.”

Niraj Patel