જોડીઓ સ્વર્ગમાં જ બને ! તેનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું, અસ્થિ વિસર્જન કરવા માટે અમેરિકાથી આવેલો યુવક ભારતીય યુવતીના પ્રેમમાં પડ્યો, જુઓ અનોખી પ્રેમ કહાની

નવું વર્ષ આ કપલ માટે બન્યું હતું ખુબ જ ખાસ, ગોવામાં નવા વર્ષના દિવસે થઇ હતી પહેલી મુલાકાત, પછી ફેસબુક ફ્રેન્ડ અને પછી થઇ ગયો પ્રેમ, લગ્ન કરીને આજે જીવે છે શાનદાર જીવન, જુઓ તેમની અનોખી પ્રેમ કહાની

આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે જોડીઓ ઈશ્વરના ઘરેથી જ બનીને આવે છે. બસ ધરતી પર તેમનું મિલન થતું હોય છે. તમે અત્યાર સુધી ઘણી બધી અનોખી પ્રેમ કહાનીઓ જોઈ હશે. જેમના એક થવાનો કોઈ મોકો ના દેખાતો હોય છતાં પણ તે એક થઇ જાય છે. સોશિયલ મીડિયા દ્વારા પણ  લોકો પ્રેમના બંધનમાં બંધાય છે અને બંને વચ્ચે હજારો કિલોમીટરનું અંતર હોવા છતાં પણ લગ્ન પણ કરી લે છે.

ત્યારે હાલ એક એવી જ પ્રેમ કહાની સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. આ પ્રેમ કહાની છે નિખિલ અને હિરવાની. બંનેઉ પ્રોફેશન અલગ અલગ દેશમાં છે. છતાં પણ બંને એકબીજાને મળી ગયા. તેમની પહેલી મુલાકાત વર્ષો પહેલા નવા વર્ષના સમય પર થઇ હતી. પણ આજે વર્ષ 2023માં તેમની પ્રેમ કહાની જીવંત લાગે છે.

આ કહાની શરૂ થઇ હતી વર્ષ 2010માં. જયારે નિખિલ મૂળ ભારતીય છે પણ તે અમેરિકામાં રહે છે અને ત્યાં તે મેડિકલનો અભ્યાસ કરે છે. 20 વર્ષની ઉંમરમાં જ નિખીલે કેન્સરના કારણે પોતાના પિતાને ખોઈ દીધા. જેના બાદ તે પોતાની અસ્થિ વિસર્જન માટે તેના ભાઈ સાથે ભારત આવ્યો હતો, નિખિલે કહ્યું કે તેનો પરિવાર અમેરિકામાં રહે છે પરંતુ તેમની ઈચ્છા અસ્થિ વિસર્જન ભારતમાં થાય તેમ હતી. એટેલ બંને ભાઈ ભારત આવ્યા.

અસ્થિ વિસર્જન કર્યા બાદ બંને ભાઈ ગોવા ટ્રીપ પર ગયા હતા અને તે સમયે નવું વર્ષ આવવાનું હતું. વર્ષ 2011ની શરૂઆત થવાની હતી. તેમની સાથે નિખિલનો એક મિત્ર પણ ટ્રીપ પર આવો હતો. નવા વર્ષની ઉજવણી તેઓ ટીટોજ ક્લબમાં કરવા માંગતા હતા પરંતુ તેમને હોટલ કોઈ અલગ બીચ પર મળી અને ટ્રાફિકના કારણે તે ચાલીને જ ટીટોજ ક્લબ જવા માટે નીકળ્યા.

ત્યાં જ નિખિલની મુલાકાત હિરવા સાથે થઇ. હિરવા પણ પોતાના ગ્રુપ સાથે ગોવા આવી હતી, પહેલી મુલાકાતમાં બંનેએ વાતો કરી પણ હિરવાએ નિખિલને તેનો નંબર આપ્યો નહોતો. જેના બાદ બંને ફેસબુક પર મળ્યા અને પછી પ્રેમ થઇ ગયો. જેના બાદ તેમને લગ્ન કર્યા અને હનીમૂન માટે પણ ગોવા જ આવ્યા. લગ્નબાદ હિરવા અમેરિકા ચાલી ગઈ. આજે બંનેના ત્રણ બાળકો છે અને પ્રેમથી જીવન વિતાવે છે.

Niraj Patel