ભારતીય ટીમના કપ્તાન હાર્દિક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડે અકસ્માતમાં ઘાયલ થયેલા ઋષભ પંત માટે બનાવ્યો ખાસ વીડિયો, કહ્યું, “તું ફાયટર છું…” જુઓ

ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ વધાર્યો ઋષભ પંતનો જુસ્સો, BCCIએ ખાસ વીડિયો સંદેશ આપીને જલ્દી સ્વસ્થ થવાની કરી કામના, જુઓ

ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડી ઋષભ પંતનો થોડા દિવસ પહેલા જ એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં ક્રિકેટર ગંભીર રીતે ઘાયલ થયો અને માંડ માંડ તેનો જીવ બચ્યો હતો. તેના અકસ્માતની ખબર જંગલમાં આગની જેમ ફેલાઈ અને લોકો પણ તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવા લાગ્યા. આ ક્રમમાં તેના ચાહકો સાથે બોલીવુડના ઘણા અભિનેતાઓ અને ક્રિકેટરોએ પણ તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી હતી.

ત્યારે હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રાહુલ દ્રવિડ અને ટીમના કપ્તાન હાર્દિક પંડ્યાએ પણ ઋષભ પંત માટે એક ખાસ વીડિયો સંદેશ શેર કર્યો છે જે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને BCCI દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં રાહુલ દ્રવિડ અને હાર્દિક પંડ્યા ઉપરાંત સુર્યકુમાર યાદવ, ઈશાન કિશન, યુઝી ચહેલ અને શુભમન ગિલ ખાસ સંદેશ આપતા જોવા મળી રહ્યા છે.

આ બધા જ ખેલાડીઓએ ઋષભ પંતને ફાયટર કહ્યો છે અને તેના જલ્દી ઠીક થઈને દમદાર વાપસી કરવાની આશા પણ વક્ત કરી છે. વીડિયોમાં દ્રવિડ કહે છે, “ઋષભ આશા છે કે તમે જલ્દી ઠીક થઈને પરત ફરશો. મને એક વર્ષમાં તમારી ભારતીય ટેસ્ટ ઇતિહાસની કેટલીક શાનદાર પારીઓ જોવા મળી. જયારે પણ ટીમ મુશ્કેલમાં ફસાઈ છે ત્યારે તમારું એવું પાત્ર રહ્યું છે કે તમે તેને કઠિન પરિસ્થિતિઓમાથી કાઢ્યું છે. મને ખબર છે કે તમે પરત ફરશો જેમ પહેલા ઘણીવાર કર્યું છે.”

તો હાર્દિક પંડ્યાએ પણ તેના આગવા અંદાજમાં જણાવ્યું કે, “હાય ઋષભ.. તારા જલ્દી ઠીક થવાની પ્રાર્થના કરું છું. મને ખબર છે કે તું એક ફાયટર છું અને વસ્તુઓ એવી નથી જેવી તમે ઈચ્છો છો. પરંતુ જીવન તો જીવન હોય છે. તું દરેક દરવાજા દોડી નાખીશ અને હંમેશાની જેમ શાનદાર વાપસી કરીશ. આખી ટીમ અને દેશ તારી સાથે છે.” ત્યારે આ વીડિયોને જોઈને લોકો પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel