પ્રેમ મેં પડી પ્રેમિકા કો, સિંદૂર સે પ્રિય કુછ નહિ હોતા !! ઉર્વશી રૌતેલાએ સેથામાં પૂર્યું સિંદૂર, લોકો બોલ્યા- રિષભ પંતને ડિસ્ટ્રેક્ટ ના કર, વર્લ્ડ કપ જીત્યા પછી…

ઉર્વશી રૌતેલા બોલીવુડની જાણીતી અભિનેત્રી છે. તે ભલે ફિલ્મોમાં વધુ જોવા ન મળે પરંતુ તે સોશિયલ મીડિયાની દુનિયામાં ઘણી એક્ટિવ રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી તે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પોસ્ટને કારણે ઘણી ચર્ચામાં છે. અભિનેત્રી તેની સતત તસવીરો શેર કરી રહી છે. તસવીરો કરતાં પણ વધુ તેનું કેપ્શન લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. તાજેતરમાં જ તેણે તેના પ્રાઇવેટ જેટમાં એક ફોટો શેર કર્યો અને કહ્યું કે તેના પ્રેમનો પીછો કરીને તે ઓસ્ટ્રેલિયા પહોંચી. ત્યારે હવે તેણે સિંદૂર અને મંગળસૂત્ર સાથેનો એક ફોટો શેર કર્યો છે.

ઉર્વશી રૌતેલાએ 11 ઓક્ટોબરના રોજ આ ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તેની માગમાં સિંદૂર જોવા મળ્યુ હતુ. આ તસવીરના કેપ્શનમાં તેણે લખ્યું છે, ‘પ્રેમ મેં પડી પ્રેમિકા કો, સિંદૂર સે પ્રિય કુછ નહિ હોતા ! સારી રસ્મ રિવાઝ કે સાથ ચાહિએ, ઉમ્રભર કા સાથ પિયા તુમસે !!’ ઉર્વશી રૌતેલાની આ પોસ્ટ જોઈને ચાહકો તેના પર ગુસ્સે છે અને તેને વર્લ્ડ કપ સુધી રિષભ પંતને છોડી દેવાનું કહી રહ્યા છે. એકે લખ્યું, ‘અમે વર્લ્ડ કપ પછી લગ્ન કરાવીશું, પરંતુ કૃપા કરીને તેને અત્યારે ડિસ્ટ્રેક્ટ કરશો નહીં.’ અન્ય એકે લખ્યું, ‘કૃપા કરીને પંતને વર્લ્ડ કપ સુધી છોડી દો.’

એક યુઝરે લખ્યું, ‘બસ કરો ઉર્વશી. જો રિષભ ભૈયા પ્રેમમાં છે, તો તે પોતે એક પગલું આગળ જશે. આ પહેલા જ્યારે ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે તે ઓસ્ટ્રેલિયા પહોંચી ગઈ છે ત્યારે તે ઘણી ટ્રોલીંગનો શિકાર બની હતી. ઉર્વશીએ બેડ પર પડેલો પોતાનો ફોટો પણ શેર કર્યો અને લખ્યું હતુ કે, ‘કોઇ ઇતના બેદર્દ કેસે બન જાએ કે કીસી કી તડપ પર કિસી કો તરસ હી ના આયે’ ઉર્વશીના આ કેપ્શનને લોકો રિષભ પંત સાથે જોડીને જોઈ રહ્યા છે. બીજી તરફ, ઉર્વશીએ લીલા લહેંગામાં ફોટો શેર કરી

અને કેપ્શન લખ્યું કે હું કેવી રીતે ભૂલી શકું, મોત માણસોને આવે છે, યાદોને નહીં. વર્કફ્રન્ટની વાત કરીએ તો, ઉર્વશી રૌતેલાએ વર્ષ 2013માં તેણે ફિલ્મ ‘સિંઘ સાહબ ધ ગ્રેટ’થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રી સાથે સની દેઓલ મહત્વની ભૂમિકામાં હતો. આ પછી ઉર્વશીએ વર્ષ 2014માં હની સિંહના મ્યુઝિક વિડિયો ‘લવ ડોઝ’માં આવીને લાખો લોકોના દિલ જીતી લીધા હતા. તે ‘સનમ રે’, ‘ગ્રેટ ગ્રાન્ડ મસ્તી’, ‘હેટ સ્ટોરી 4’, ‘પાગલપંતી’ અને ‘વર્જિન ભાનુપ્રિયા’ ફિલ્મોમાં જોવા મળી છે.

Shah Jina