ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર અને T20 વર્લ્ડ કપ 2022માં ભારતીય ટીમનો ટ્રમ્પ કાર્ડ બનેલો હાર્દિક પંડ્યા પોતાનો 29મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આ જન્મદિવસ પર તે ભારતીય ટીમ સાથે ઓસ્ટ્રેલિયામાં છે, જ્યાં તે વર્લ્ડ કપની તૈયારી કરી રહ્યો છે, જ્યારે તેનો પરિવાર ભારતમાં છે. આવી સ્થિતિમાં, તેના જન્મ દિવસના દિવસે પણ તે તેના પરિવારને મિસ કરી રહ્યો છે અને તેણે તેના વિશે એક વીડિયો પણ શેર કર્યો છે.
હાર્દિક પંડ્યાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે પોતાના પુત્ર અગત્સ્ય સાથે ક્રિકેટ રમતા જોવા મળે છે. આ વીડિયોમાં અગસ્ત્ય ખૂબ જ ક્યૂટ લાગી રહ્યો છે અને તે તેના પિતાનું બેટ પણ ઉઠાવતો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, પંડ્યાની પત્ની નતાશા આ વીડિયો રેકોર્ડ કરી રહી છે. આ વીડિયો પંડ્યાના મુંબઈ સ્થિત ઘરનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોને શેર કરતા પંડ્યાએ લખ્યું છે કે ‘મારા લિટલ બોયને મારા જન્મદિવસ પર વધુ મિસ કરું છું, આ મારા જીવનની શ્રેષ્ઠ ભેટ છે’.
હાર્દિક પંડ્યાની પત્ની નતાશાએ પણ હાર્દિકના જન્મ દિવસ ઉપર પોતાના સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં પહેલી તસ્વીરમાં તે હાર્દિક સાથે ઉભેલી જોવા મળી રહી છે. જ્યારે અન્ય બે તસ્વીરોમાં હાર્દિક પોતાના દીકરા અગત્સ્ય સાથે મસ્તી કરતો હોવા મળી રહ્યો છે. ચાહકો પણ આ તસ્વીરોને ખુબ જ પસંદ કરતા જોવા મળી રહ્યા છે.
View this post on Instagram
આ સાથે જ હાર્દિક પંડ્યાના ભાઈ ક્રિકેટર કૃણાલ પંડ્યાએ પણ પોતાના નાના ભાઈના જન્મ દિવસ ઉપર એક ખુબ જ સુંદર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની અંદર હાર્દિક પંડ્યાના બાળપણથી લઈને અત્યાર સુધીની કેટલીક શાનદાર તસવીરો અને મસ્તી ભરેલી ક્ષણો જોવા મળી રહી છે. આ વીડિયો ઉપર પણ ચાહકો ખુબ જ કોમેન્ટ કરતા જોવા મળે છે.
View this post on Instagram
કૃણાલે આ વીડિયો શેર કરવાની સાથે એક ખુબ જ શાનદાર કેપશન પણ આપ્યું છે. “જન્મદિવસની શુભેચ્છા બચ્ચુ. હું તને પ્રેમ કરું છું! તારા જેવું કોઈ નથી. વિશ્વાસ રાખજે. દરેકને પ્રેરણા આપતા રહો અને યાદ રાખજે કે હું હંમેશા તારી સાથે છું.” કૃણાલ દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો પણ ખુબ જ ભાવુક કરી દેનારો છે અને એટલે જ ચાહકો પણ તેને ખુબ જ પસંદ કરી રહ્યા છે અને વાયરલ થઇ રહ્યો છે.