ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનો પત્ની નતાશા અને દીકરાએ ખાસ અંદાજમાં ઉજવ્યો જન્મ દિવસ, કેક ખાતો નજર આવ્યો દીકરો અગત્સ્ય, જુઓ તસવીરો

દૂર રહેલા પતિ હાર્દિક પંડ્યાના જન્મ દિવસ ઉપર તેને યાદ કરીને પત્ની નતાશાએ શેર કર્યો અંગત ક્ષણોનો વીડિયો, દીકરા અગત્સ્ય સાથે કાપી કેક, જુઓ

ગઈકાલે ભારતીય ટીમના ઓલરાઉન્ડર અને ગુજરાત ટાઇટન્સના કપ્તાન હાર્દિક પંડ્યાનો જન્મ દિવસ હતો. હાર્દિક પંડ્યાને આ જન્મ દિવસ નિમિત્તે દુનિયાભરમાંથી તેના ચાહકોએ શુભકામનાઓ આપી હતી, આ ઉરપટ બૉલીવુડથી લઈને ક્રિકેટ જગતના પણ ઘણા સેલેબ્સ દ્વારા શુભકામનાઓ આપવામાં આવી હતી. હાર્દિક પંડ્યાએ પણ પોતાના જન્મ દિવસે દીકરાને મિસ કરતો એક વીડિયો શેર કર્યો હતો, જે ખુબ જ વાયરલ પણ થયો હતો.

ત્યારે હાર્દિક પંડ્યાના પરિવારે પણ તેનો જન્મ દિવસ ખાસ અંદાજમાં ઉજવ્યો હતો, તમને જણાવી દઈએ કે હાલ હાર્દિક પંડ્યા ટી-20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયામાં છે અને તેનો પરિવાર ભારતમાં છે, ત્યારે નતાશાએ પણ કેક કાપી અને હાર્દિકના જન્મ દિવસની ઉજવણી કરી હતી. જેની તસવીરો પણ નતાશાએ તેના સોશિયલ મીડિયામાં શેર કરી છે.

નતાશા દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોના કેપશનમાં તેને ફક્ત એક હાર્ટનું ઈમોજી પોસ્ટ કર્યું છે. સાથે જ તેને હાર્દિક પંડ્યાને ટેગ પણ કર્યો છે. આ તસ્વીરોમાંથી પહેલી તસ્વીરમાં ટેબલ ઉપર બે કેક જોવા મળી રહી છે, જેની સામે નતાશા અને દીકરો અગત્સ્ય બેઠા છે. તો બીજી તસ્વીરમાં અગત્સ્ય કેક સામે બેસીને કેક ખાતો જોવા મળી રહ્યો છે. ચાહકો આ તસવીરો ઉપર ખુબ જ પ્રેમ વરસાવતા જોવા મળી રહ્યા છે.

આ ઉપરાંત હાર્દિકની પત્ની અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકે ઇન્સ્ટાગ્રામ પર એક શાનદાર  વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં નતાશાએ પ્રસિદ્ધ ગીત કેસરિયા પર હાર્દિક સાથે વિતાવેલી પળોની ક્લિપ્સ ઉમેરીને એક વીડિયો એડિટ કર્યો હતો. આ વીડિયોમાં નતાશા હાર્દિકનો પૂલસાઇડ રોમાંસ અને તેના પુત્ર અગસ્ત્ય સાથે હાર્દિકની મસ્તીની પળોનો સમાવેશ થાય છે.

હાર્દિકના પરિવાર સાથે વિતાવેલી સુંદર પળોનો આ વીડિયો શેર કરતા નતાશાએ કેપ્શનમાં લખ્યું- ‘બર્થડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ મારા સોલમેટ, અમને તમારા પર ગર્વ છે, હંમેશા મારા સિતારા ચમકતા રહો, હું હંમેશા તમારી સાથે છું. અમે બધા તમને ખૂબ પ્રેમ કરીએ છીએ.” નતાશાની આ પોસ્ટ પર હાર્દિકની પ્રતિક્રિયા પણ આવી છે. હાર્દિકે લખ્યું- ‘લવ યુ બેબી’.

નતાશાની આ પોસ્ટ પર હાર્દિક પંડ્યાની ભાભી પંખુરી શર્મા પંડ્યાએ પણ હાર્ટ ઈમોજી મોકલ્યા છે. શેર કરાયેલા વિડિયોમાં હાર્દિક તેના પુત્ર સાથે પૂલ, પ્લે ગ્રાઉન્ડ અને ઘરે મસ્તી કરતો જોઈ શકાય છે. આ સિવાય નતાશાએ આ વીડિયોમાં હાર્દિક સાથે કેક કાપતી તસવીર પણ એડ કરી છે.

Niraj Patel