નવરાત્રી ભલે પૂર્ણ થઇ ગઈ હોય પરંતુ ગુજરાતીઓના મન ઉપરથી હજુ ગરબાનો રંગ અને શરીરમાંથી ગરબાનો થાક હજુ ઉતર્યો નથી. છેલ્લા બે વર્ષથી તો કોરોનાના કારણે નવરાત્રીનો ઉમંગ નહોતો જામ્યો પરંતુ આ વર્ષે તો ખેલૈયાઓ મન મૂકીને ઝૂમ્યા છે. ગુજરાતના ઘણા બધા ખ્યાતનામ કલાકારોએ ઠેર ઠેર સ્ટેજ ઉપરથી પોતાના સુરના તાલ ઉપર ગરબામાં રોમાંચ ભરી દીધો હતો.
ત્યારે કચ્છી કોયલ તરીકે જાણીતા બનેલા ગીતાબેન રબારીએ આ વર્ષે સુરતમાં નવરાત્રીની અંદર ખેલૈયાઓને મનભરીને ઝુમાવ્યા. ગીતાબેન રબારીની આ વખતની નવરાત્રી ઇવેન્ટ સુરતમાં યોજાયેલ KDM ઝણકાર નવરાત્રીમાં હતી. જ્યાં નવ દિવસ સુધી તેમને પોતાના સુરથી સુરતવાસીઓને ઝુમતા કરી દીધા. જેના ઘણા વીડિયો અને તસવીરો પણ સામે આવી છે.
ત્યારે હવે નવરાત્રી પૂર્ણ થવા બાદ ગીતાબેન રબારી તેમના પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકાના પ્રવાસે પહોંચી ગયા છે. ભારતની નવરાત્રી બાદ અમેરિકામાં વસતા ગુજરાતીઓ પણ ત્યાં ગરબાનું આયોજન કરે છે અને ગુજરાતના ખ્યાતનામ સિંગરોને આમંત્રિત કરે છે, ત્યારે ગીતાબેન પણ અમેરિકામાં રહેતા ગુજરાતીઓને ઝુમાવવા માટે ત્યાં પહોંચી ગયા છે.
અમેરિકામાં પહોંચ્યા બાદ ગીતાબેન રબારીની એક પછી એક શાનદાર તસવીરો પણ સામે આવી રહી છે. અમેરિકામાં કાર્યક્રમો કરવાની સાથે સાથે ગીતાબેન ફરવાનો પણ ભરપૂર આનંદ માણતા જોવા મળી રહ્યા છે. અને તેમાં પણ તેમના ભરથાર પૂર્થવી રબારી તેમન સાથે હોય પછી જોવાનું જ શું રહ્યું. સોશિયલ મીડિયામાં તમેની ઢગલાબંધ તસવીરો સામે આવી રહી છે.
ગીતાબેન રબારી દ્વારા અમેરિકામાંથી શેર કરવામાં આવેલી તસ્વીરોમાં તેમનો એક અલગ અને અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે. અમેરિકામાં તે જેટ સ્કીનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે. જેટ સ્કીનો આનંદ લેતી ઘણી તસવીરો ગીતાબેને તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપરથી શેર કરી છે.
આ તસ્વીરોમાંથી કેટલીક તસ્વીરોમાં ગીતાબેન રબારી જાતે જ જેટ સ્કી ચલાવતા જોવા મળી રહ્યા છે તો કેટલીક તસ્વીરોમાં તેમના પતિ પૃથ્વી રબારી તેમની પાછળ અને કેટલીકમાં તે તેમના પતિની પાછળ બેઠેલા જોઈ શકાય છે. આ તસ્વીરોને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહી છે અને લોકો આ તસવીરો ઉપર ભરપૂર કોમેન્ટ પણ કરતા જોવા મળી રહ્યા છે.
આ ઉપરાંત ગીતાબેને અમેરિકામાં પણ તેમના પર્મપરિક પહેરવેશમાં કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં કચ્છી કોયલનો રોયલ લુક જોવા મળી રહ્યો છે. આ તસવીરો શેર કરવાની સાથે ગીતાબેને એક ખુબ જ શાનદાર અને પ્રેરણાત્મક કેપશન પણ આપ્યું છે, તેમને લખ્યું છે, “તમારી પાંખો ફેલાવો અને ઉડાન ભરો !”
આ ઉપરાંત ગીતાબેને હાલમાં જ ડેનિમ શૂટમાં પણ તેમની શાનદાર તસીવરો શેર કરી છે, જેમાં ગીતાબેનનો એક અલગ જ લુક જોવા મળી રહ્યો છે. ગીતાબેનને હંમેશા પારંપરિક લુકમાં જોતા લોકોમાં માટે તેમનો આ લુક એક સરપ્રાઈઝ જેવો છે. ચાહકો પણ તમેની આ તસ્વીરોને ખુબ જ પસંદ કરતા જોવા મળી રહ્યા છે અને ભરપૂર કોમેન્ટ કરી રહ્યા છે.
આ તસીવરોમાં ગીતાબેન કોઈ તળાવ કિનારા જેવી જગ્યા આગળ ઉભા રહીને એક પછી એક શાનદાર પોઝ આપતા જોવા મળે છે. તેમની આ તસીવરો ઉપર ગણતરીના સમયમાં જ હજારો લાઈક આવી ચુકી છે. આ ફોટો શેર કરવાની સાથે જ ગીતાબેને કેપશનમાં લખ્યું છે, “તમે ફક્ત એક જ વાર જીવો છો, પરંતુ જો તમે તેને યોગ્ય રીતે કરો છો, તો એકવાર પૂરતું છે !”
આ ઉપરાંત ગીતાબેન રબારી અમેરિકામાં યોજાતા પોતાના કાર્યક્રમોની ઝાંખી પણ તેમના સોશિયલ મીડિયા દ્વારા શેર કરતા રહે છે. જેમાં અમેરિકામાં વસતા ગુજરાતીઓ પણ ગીતાબેનના અવાજ ઉપર મન ભરીને ઝુમતા નજર આવે છે અને ગુજરાતમાં વસતા ચાહકો પણ સોશિયલ મીડિયા દ્વારા દૂર બેસીને પણ આ કર્યક્રમનો લ્હાવો માણી શકે છે.