બોલીવુડની અભિનેત્રીએ હિજાબનાં વિરોધમાં ઉતારી દીધા પોતાના કપડા, હોંશ ઉડી જશે હોંશ, જોઈ લેજો VIDEO

ઈરાનમાં હિજાબ વિરોધી આંદોલન સોશિયલ મીડિયા દ્વારા આખી દુનિયામાં પહોંચી ગયુ છે. ખાસ વાત એ છે કે આ આંદોલનનું નેતૃત્વ મહિલાઓ કરી રહી છે, જેમને દુનિયાભરની મોટી હસ્તીઓનું સમર્થન મળી રહ્યું છે.

હિજાબ વિરુદ્ધ પ્રદર્શનોના સમર્થનમાં અવાજ ઉઠાવનાર ઈરાની અભિનેત્રી એલનાઝ નરોજી પણ આંદોલનમાં જોડાઈ છે. તેની વિરોધ કરવાની અનોખી રીતને કારણે સોશિયલ મીડિયા પર તેની ચર્ચા થઈ રહી છે.મંગળવારે એલનાઝ નોરોજીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો

જેમાં તે વિરોધ રૂપે તેના કપડાં ઉતારતી જોવા મળી હતી. વીડિયોમાં ઈરાની અભિનેત્રી પોતાનો હિજાબ અને બુરખો ઉતારતી જોઈ શકાય છે. તે પછી તે તેના તમામ કપડાં ઉતારે છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘દરેક મહિલાને, દુનિયામાં ગમે ત્યાં, પછી ભલે તે ગમે ત્યાંની હોય, તેને ગમે તે પહેરવાનો અધિકાર હોવો જોઈએ,

જ્યારે પણ અને જ્યાં પણ તે ઈચ્છે.કોઈ પુરુષ કે અન્ય સ્ત્રીને તેનો ન્યાય કરવાનો અથવા તેને અન્ય કપડાં પહેરવાનું કહેવાનો અધિકાર નથી.’ એલનાઝ નોરોજીએ લખ્યું, ‘દરેક વ્યક્તિના પોતાના અલગ અલગ મંતવ્યો અને માન્યતાઓ હોય છે અને તેમનું સન્માન કરવું જોઈએ. લોકશાહી એટલે નિર્ણય લેવાની શક્તિ.

દરેક સ્ત્રી પાસે તેના શરીર વિશે નિર્ણય લેવાની શક્તિ હોવી જોઈએ. હું નગ્તાને પ્રોત્સાહન નથી આપતી, હું તમારી પસંદગીની સ્વતંત્રતાનું સમર્થન કરું છું. સપ્ટેમ્બરથી ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં મહિલાઓ તેમના વાળ કાપતી અને હિજાબ સળગાવતી પણ જોવા મળી છે. ઈરાનમાં સપ્ટેમ્બરમાં 22 વર્ષીય મહસા અમીનીની ધરપકડ સાથે વિવાદ શરૂ થયો હતો.

યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ પોલીસે અમીનીની અટકાયત કરી હતી. મહસા અમીની પોલીસ સ્ટેશનમાં બેહોશ થઈ ગઈ હતી અને ત્રણ દિવસ પછી તેનું મોત થયું હતું. પોલીસનું કહેવું છે કે અમીનીનું મોત હાર્ટ એટેકથી થયું હતું અને તેની સાથે કોઈ પણ પ્રકારનું ગેરવર્તન થયું ન હતું. આ ઘટના બાદથી ઈરાનના ઘણા શહેરો, નગરો અને ગામડાઓમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે.

એલનાઝે 14 વર્ષની ઉંમરે મોડલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. એલનાઝ કામની શોધમાં મુંબઈ પહોંચી હતી અને અહીં શાહરૂખ, સલમાન અને અજય દેવગન સાથે પણ ઘણી જાહેરાતોમાં કામ કર્યું હતું. જોકે એલનાઝને નેટફ્લિક્સ પર ફિલ્મ સેક્રેડ ગેમ્સથી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને નવાઝુદ્દીન સિદ્દીકીએ મુખ્ય ભૂમિકાઓ ભજવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Elnaaz Norouzi (@iamelnaaz)

Shah Jina