ફિલ્મી દુનિયા

હાર્દિક નતાશાની સગાઇ પર EX ગર્લફ્રેન્ડ ઉર્વશીએ કહી મોટી વાત…કહ્યું કે-કોઈ પણ ચીજની જરૂરત

બધાએ કંઈક અલગ-અલગ રીતે નવા વર્ષની ઉજવણી કરી હતી. કોઈએ પરિવાર સાથે તો કોઈએ મિત્રો સાથે નવા વર્ષને વધાવ્યું હતું. હાર્દિક પંડ્યાએ નવા વર્ષના દિવસે એવું ખુશખબરી આપીએ કે લોકો ચોંકી ગયા હતા.

ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ 2020ના પહેલા દિવસે નતાશા સાથેની તસ્વીર ઇન્સ્ટાગ્રામમાં શેર કરી હતી. આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, મારા ફટાકડા સાથે મારુ નવું વર્ષ. આ પોસ્ટ બાદ લોકોએ તેની પોસ્ટ પર કોમેન્ટનો વરસાદ કરી દીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

ફરી એક વાર હાર્દિક પંડ્યાએ સર્બિયાઈ મોડેલ નતાશા સ્ટેનકોવિક સાથે એક તસ્વીર શેર કરી હતી. આતસ્વીરમાં જોઈ શકાય છે કે, નતાશા તેની એંગેજમેન્ટ રીગ બતાવતી નજરે ચડે છે. આ તસ્વીર શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, મેં તેરા તું મેરી જાને સારા હિન્દુસ્તાન.01.01.2020 #engaged. હાર્દિક પંડ્યાની આ પોસ્ટ બાદ લોકોએ તેને શુભેચ્છા આપવાનું શરૂ કરી દીધું હતું. ટિમ ઇન્ડિયાના કેપ્ટ્ન વિરાટ કોહલી, રાહુલ, કુલદીપ યાદવ ખલીલ અહમદે શુભેચ્છા આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

હવે હાર્દિક પંડ્યા અને નતાશાની સગાઈને લઈને પણ બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાની પ્રતિક્રિયા સામે આવી છે.

ઉર્વશી રૌતેલાએ હાર્દિક અને નતાશાને તેને સગાઈની શુભેચ્છા આપી છે. ઉર્વશીએ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં બંનેની એક તસ્વીરની સ્ટોરી પોસ્ટ કરી છે. આ સ્ટોરી સાથે ઉર્વશીએ લખ્યું હતું કે, હાર્દિક પંડ્યા તને સગાઈની ઘણી બધી શુભેચ્છા. તમારા આ સંબંધ હંમેશા ખુશી અને પ્રેમથી ભરપૂર રહે. તમારી સગાઈ બાદ તમારી સારી જિંદગીની કામના કરું છું. જો તમને કોઈ પણ વસ્તુની જરૂરત હશે તો હું હંમેશા હાજર છું.

Image Source

ઉર્વશીની આ પ્રતિક્રિયા હેરાન કરનારી હતી. એક સમયે ખબર આવી હતી કે, ઉર્વશી અને હાર્દિક એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને એકબીજાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દરેક પોસ્ટ પર કમેન્ટ કરતા હતા. જેનાથી લોકોને થોડી શંકા જવા લાગી હતી. તો વાત તો એ પણ સામે આવી હતી કે, હાર્દિકે ઉર્વશીને તેના ફિલ્મના રિલીઝ સમયે આએક કૂતરું ભેટ આપ્યું હતું. આ બાદ બંનેની આ ખબર પર મહોર લાગી ગઈ હતી. બંનેએ કયારે પણ તેના સંબંધને સ્વીકાર નથી કર્યો તો બીજી તરફ ઇન્કાર પણ કર્યો ના હતો.

 

View this post on Instagram

 

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) on

જણાવી દઈએ કે,નતાશાએ તેના સપનાને પુરા કરવા માટે 2012માં બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. 27 વર્ષની નતાશા એક્ટ્રેસ, મોડેલ અને ડાન્સર છે. નતાશાએ પ્રકાશ ઝા નિર્દેશિત ફિલ્મ સત્યાગ્રહથી બૉલીવુડ કરિયરની શરૂઆત કરી હતી. નતાશા સલમાન ખાનના શો બિગ બોસ -8માં પણ નજરે આવી હતી. આ દરમિયાન તે એક મહિના સુધી ઘરમાં રહી હતી. નતાશાએ ફિલિપ્સ, કેડબરી, જોનસન જેવી બ્રાન્ડ માટે એક મોડેલના રૂપમાં કરિયરની શરૂઆત કરી હતી, નતાશા બાદશાહના એક મ્યુઝિક વિડીયો’ બંદુક’માં પણ નજરે આવી હતી. નતાશા અર્જુન રામપાલની ફિલ્મ ‘ડેડી’માં પણ નજરે આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by 🎀Nataša Stanković🎀 (@natasastankovic__) on

નતાશાને અસલી પહેચાન તો સિંગર બાદશાહના મ્યુઝિક વિડીયો ‘ડીજે વાલે બાબુ’ થી મળી હતી. આ ગીતએ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી. નતાશાએ પણ આ મ્યુઝિક વિડીયો થી ઘણી લોકપ્રિયતા હાંસિલ કરી હતી. નતાશા સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. નતાશાના ઇન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ ફોલોઅર છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.