ઉનાળો શરૂ થવાની સાથે જ લોકો વેકેશન મોડમાં આવી જાય છે, ઘણા લોકો અલગ અલગ સ્થળો ઉપર ફરવા જતા હોય છે અને ત્યાંથી શાનદાર તસવીરો પણ શેર કરતા હોય છે. ત્યારે સામાન્ય લોકોની સાથે સેલબ્સ પણ આ સમયે ફરવાનો લુપ્ત ઉઠાવતા હોય છે. હાલમાં ગુજરાતી ગાયિકાઓ પણ વેકેશન મોડ ઉપર જોવા મળી રહી છે.
ગુજરાતના લોકપ્રિય ગાયિકા ગીતાબેન રબારી, કિંજલ દવે, અલ્પા પટેલ અને ઉર્વશી રાદડિયા હાલમાં રજાઓ માણી રહ્યા છે. ગીતાબેન તેમના પતિ પૃથ્વી રબારી સાથે અમેરિકાના પ્રવાસ ઉપર છે ત્યારે કિંજલ દવે તેમના મંગેતર પવન જોશી સાથે દુબઈના પ્રવાસ ઉપર છે, ત્યારે ઉર્વશી રાદડિયા પણ હાલમાં દુબઈના પ્રવાસે છે.
ઉર્વશીબેન રાદડિયાએ દુબઈમાંથી ઘણી બધી તસવીરો શેર કરી છે, જેમાં તેમનો શાનદાર અંદાજ જોવા મળી રહ્યો છે. ઉર્વશી રાદડિયાએ દુબઇ જતા સમયે જ એરપોર્ટ ઉપરથી તેમની તસવીરો શેર કરી હતી, આ તસ્વીરોમાં તેમની સાથે કિંજલ દવે પણ જોવા મળી હતી.ત્યારે જ તેમને માહિતી આપી હતી કે તે વેકેશન મનાવવા માટે દુબઇ જઈ રહ્યા હતા. ત્યારે હવે દુબઈની અંદરથી ઉર્વશીબેનની કેટલીક શાનદાર તસ્વીરો પણ સામે આવી છે.
વુમન્સ ડેના અવસર ઉપર ઉર્વશીબેને કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે દુબઈની અંદર કેટલાક સ્થળો ઉપર પોઝ આપતા જોવા મળી રહ્યા હતા. આ તસવીરોમાં ઉર્વશી રાદડિયા સફેદ ટોપ અને જીન્સમાં જોવા મળ્યા હતા. તેમને ઘણી બધી તસવીરો શેર કરી હતી, જેને તેમના ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.
ત્યારે હાલમાં તેમની અન્ય તસવીરો પણ સામે આવી છે. જેમાં તે દુબઇ ફ્રેમ આગળ શાનદાર પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં ઉર્વશીબેન જીન્સ અને ટોપમાં જોવા મળી રહ્યા છે, અને દુબઇ ફ્રેમ સામે બેસીને તસવીર ખેંચાવી રહ્યા છે. તેમની આ તસવીરને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.
આ ઉપરાંત પણ તેમને અન્ય કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે લક્ઝુરિયસ કાર રેન્જ રોવર આગળ પોઝ આપી રહ્યા છે, તેમને કારમાંથી પણ એક શાનદાર તસવીર પોતાની સ્ટોરીની અંદર પણ શેર કરી છે. જેમાં તે કારમાં બેસીને શાનદાર પોઝ આપી રહ્યા છે. ઉર્વશીબેનના દુબઇ પ્રવાસની તસ્વીરો ઉપર સેલેબ્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે.
દુબઇ ફ્રેમ આગળ શેર કરેલી તસ્વીરોમાં ગુજરાતની ખ્યાતનામ ગાયિકા સાંત્વની ત્રિવેદીએ કોમેન્ટ કરીને વાઉ લખ્યું છે. તો અભિનેત્રી કોમલ ઠક્કરે પણ રેડ હાર્ટના ઈમોજી કોમેન્ટ કરીને આ તસવીરોના વખાણ કર્યા છે. આ ઉપરાંત ઉર્વશીબેનના ચાહકો પણ તેમની આ પોસ્ટમાં ઢગલાબંધ કોમેન્ટ કરી રહ્યા છે.
પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર ઉર્વશી રાદડિયાએ દુબઇ એક્સ્પોની પણ એક ઝાંખી વીડિયો સ્વરૂપે શેર કરી છે. દુબઇ શહેર જ એવું છે જ્યાંનો વૈભવ ઉડીને આંખે વળગે, ત્યારે ઉર્વશી રાદડિયાની તસ્વીરોમાં આ વૈભવ પણ નિહાળવા મળી રહ્યો છે.
ઉર્વશી રાદડિયા ગુજરાતના લોકપ્રિય ગાયક અને ડાયરા કલાકાર પણ છે, તેમના ડાયરાની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોય છે અને સાથે જ જયારે તેમના અવાજમાં તેઓ ડાયરામાં રમઝટ જમાવતા હોય છે ત્યારે તેમના ઉપર નોટોનો વરસાદ થતો પણ જોવા મળતો હોય છે.