ગુજરાતી ગાયિકાઓ હાલમાં વેકેશન મોડ ઉપર જોવા મળી રહ્યા છે, તેમની એક પછી એક વેકેશનની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે, ગીતાબેન રબારી જ્યાં અમેરિકાના પ્રવાસે છે, ત્યારે કિંજલ દવે પણ દુબઈમાં રજાઓ માણી રહી છે. આ ઉપરાંત ગુજરાતના અન્ય એક લોકપ્રિય ગાયિકા ઉર્વશીબેન રાદડિયા પણ દુબઈમાં રજાઓનો આનંદ માણી રહ્યા છે.
ઉર્વશી રાદડિયાએ દુબઇ જતા સમયે જ એરપોર્ટ ઉપરથી તેમની તસવીરો શેર કરી હતી, આ તસ્વીરોમાં તેમની સાથે કિંજલ દવે પણ જોવા મળી હતી.ત્યારે જ તેમને માહિતી આપી હતી કે તે વેકસેશન મનાવવા માટે દુબઇ જઈ રહ્યા હતા. ત્યારે હવે દુબઈની અંદરથી ઉર્વશીબેનની કેટલીક શાનદાર તસ્વીરો પણ સામે આવી છે.
ગઈકાલે વુમન્સ ડેના અવસર ઉપર ઉર્વશીબેને કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તે દુબઈની અંદર કેટલાક સ્થળો ઉપર પોઝ આપતા જોવા મળી રહ્યા હતા. આ તસવીરોમાં ઉર્વશી રાદડિયા સફેદ ટોપ અને જીન્સમાં જોવા મળ્યા હતા. તેમને ઘણી બધી તસવીરો શેર કરી હતી, જેને તેમના ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે.
ઉર્વશી રાદડિયા ગુજરાતના લોકપ્રિય ગાયક અને ડાયરા કલાકાર પણ છે, તેમના ડાયરાની અંદર મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેતા હોય છે અને સાથે જ જયારે તેમના અવાજમાં તેઓ ડાયરામાં રમઝટ જમાવતા હોય છે ત્યારે તેમના ઉપર નોટોનો વરસાદ થતો પણ જોવા મળતો હોય છે.
ઉર્વશી રાદડિયા તેમના કાર્યક્રમોની ઝાંખી પણ તેમના સોશિયલ મીડિયા દ્વારા બતાવતા હોય છે અને તેના દ્વારા જ ચાહકો સાથે પણ જોડાયેલા રહેતા હોય છે. પરંતુ હાલ તો ઉર્વશી રાદડિયા દુબઇની અંદર છે અને દુબઈમાંથી પણ તે પોતાના ચાહકો સાથે જોડાયેલા રહયા છે, તેમની તસ્વીરોને પણ ચાહકોનો પ્રેમ મળી રહ્યો છે.
આ ઉપરાંત ઉર્વશી રાદડિયાએ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં દુબઈનું શાનદાર રણ દેખાઈ રહ્યું છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે ઉર્વશી રાદડિયા પણ દુબઈમાં રણ સફારીનો આનંદ માણવા માટે પહોંચી ગયા છે. દુબઇ શહેર જ એવું છે જ્યાંનો વૈભવ ઉડીને આંખે વળગે, ત્યારે ઉર્વશી રાદડિયાની તસ્વીરોમાં આ વૈભવ પણ નિહાળવા મળી રહ્યો છે.
ઉર્વશી રાદડિયાનો જન્મ 25 મે 1990ના રોજ થયો હતો, તેમને માત્ર 6 વર્ષની ઉંમરમાં જ ગાવાનું શરૂ કરી દીધું હતું. આ ઉપરાંત તેમને માત્ર 3 વર્ષની ઉંમરમાં જ ક્લાસિકલ સંગીત પણ શીખી લીધું હતું અને આજે તે સંગીતની દુનિયામાં પારંગત હાંસિલ કરી ચુક્યા છે. ચાહકો પણ તેમના ગીતો સાંભળીને મનત્રમૂગ્ધ બની જતા હોય છે.
સંગીતની દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવનાર ઉર્વશી રાદડિયાને ગાવાનો શોખ જરૂર હતો પરંતુ તેમનું સપનું તો પોલીસ ઓફિસર બનાવાનું હતું, પરંતુ પરિવારની આર્થિક સમસ્યાને લઈને તેમને પોતાના આ સપનાને છોડવું પડ્યું અને તેમને સંગીત ઉપર જ ધ્યાન આપવાનું શરૂ કર્યું.
View this post on Instagram
એક ઇન્ટરવ્યૂમાં જ ઉર્વશી રાદડિયાએ જણાવ્યું હતું કે તેમના પિતા મહિને ફક્ત 3 હજાર રૂપિયા જ કમાતા હતા, જેમાંથી જ તેઓ ઉર્વશીબેનના સંગીતની ફી પણ ભરતા હતા, પરંતુ આજે ઉર્વશી રાદડિયા ગાયિકીની દુનિયામાં એક મોટું નામ બની ગયું છે, આજે તેઓ ગુજરાતની સુપ્રસિદ્ધ ગાયિકાઓમાં સુમાર છે અને હાલમાં દુબઇની અંદર રજાઓનો આનંદ પણ માણી રહ્યા છે.