મિત્રની પત્ની પર જ આવ્યુ આ દિગ્ગજ ક્રિકેટરનું દિલ, પછી લીધો એવો નિર્ણય કે રુવાડા ઉભા થઇ જશે

ક્રિકેટરની બૈરીએ પતિના જોડીદાર ખેલાડી સાથે જ અફેર કર્યું, દીકરા માટે ખાધાખોરાકી પણ માગી, જોરદાર કહાની છે હો બાકી

ભારતીય ક્રિકેટર મુરલી વિજયનું દિનેશ કાર્તિકની પહેલી પત્ની નિકિતા સાથે અફેર રહ્યુ હતુ અને તેને કારણે દિનેશ કાર્તિકે તેની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા હતા.તે બાદ મુરલી વિજયે નિકિતા સાથે લગ્ન કરી લીધા. હવે દિનેશ કાર્તિક બીજીવાર લગ્ન કરી પોતાનું ઘર વસાવી ચૂક્યો છે. કાર્તિકે સ્ક્વોશ ખેલાડી દીપિકા પલ્લીકલ સાથે 2015માં લગ્ન કર્યા હતા. જણાવી દઇએ કે, દિનેશ કાર્તિક અને મુરલી વિજય બંને મિત્રો હતા,

મુરલી વિજય અને દિનેશ કાર્તિક તેમની પત્નીઓ સાથે

પણ વર્ષ 2012માં IPL દરમિયાન કાર્તિકની પત્ની નિકિતા સાથે મુરલી વિજયની મિત્રતા થઇ ગઇ અને આ મિત્રતા એટલી આગળ વધી કે બંને એકબીજાને પ્રેમ કરી બેઠા. જ્યારે કાર્તિકને બંનેના અફેર વિશે ખબર પડી તો તેણે તેની પત્ની નિકિતાને છૂટાછેડા આપી દીધા. જે સમયે નિકિતાને કાર્તિક છૂટાછેડા આપવાનો હતો તે સમયે તે માતા બનવાની હતી. દિનેશ કાર્તિક સાથે છૂટાછેડા લીધા બાદ મુરલી વિજયે વર્ષ 2012માં નિકિતા સાથે લગ્ન કર્યા અને બાળકને પણ અપનાવ્યુ. આ સમયે બંને પોતાની લગ્ન લાઇફમાં ખુશ છે.

જણાવી દઈએ કે શ્રીલંકાના બે ક્રિકેટરની પણ આવી જ કહાની છે. શ્રીલંકાના ક્રિકેટર ઉપુલ થરંગાએ ક્રિકેટના મેદાનમાં ઘણા ચોગ્ગા અને છગ્ગા ફટકાર્યા છે પરંતુ તેના જીવનની એક એવી હકિકત છે જે ખૂબ જ વિવાદાસ્પદ રહી છે. થરંગા તેના સાથી ક્રિકેટર તિલકરત્ને દિલશાનની પત્નીના પ્રેમમાં પડ્યો હતો. તેણે તેના મિત્ર દિલશાનને છેતરીને તેની પત્ની નીલંકા વિથાનગે સાથે લગ્ન કર્યા. જણાવી દઈએ કે દિલશાને નિલંકા સાથે લગ્ન કર્યા હતા પરંતુ બંને વચ્ચે ઘણો અણબનાવ હતો.

થોડા સમય પછી બંને અલગ રહેવા લાગ્યા. આ દરમિયાન ઉપુલ અને નિલંકા વચ્ચે નિકટતા વધવા લાગી. દિલશાનને ખબર હતી કે ઉપુલ નિલંકાને તેના ઘરે મળવા આવતો હતો. આ પછી તરત જ દિલશાને તેની પત્નીને છૂટાછેડા આપી દીધા. નિલંકા અને દિલશાનને તે સમયે એક પુત્ર પણ હતો. પરંતુ આ છેતરપિંડીથી દિલશાન એટલો ભાંગી પડ્યો કે તેણે નીલંકા અને તેના બાળક પર પોતાનો અધિકાર પણ વ્યક્ત ન કર્યો.

એટલું જ નહીં, દિલશાનનો દીકરો હવે થરંગા અને તેની પત્ની સાથે રહે છે. આ છૂટાછેડા પછી દિલશાને 2008માં તેની એક મિત્ર મંજુલા સાથે બીજા લગ્ન કર્યા. બંનેને હવે બે બાળકો છે. જો કે, થોડા સમય પછી દિલશાન અને થરંગા વચ્ચેના સંબંધો સામાન્ય થઈ ગયા. રમતના મેદાન પર તેની અસર જોવા મળી નહોતી. દિલશાન અને થરંગાએ ટીમ માટે ઘણી યાદગાર ઇનિંગ્સ રમી છે.

Shah Jina