આ ખુબસુરત દેશી ગ્રેજ્યુએટ ટોપર અભિનેત્રીએ કર્યા 10 નાપાસ સાથે લગ્ન ! હકીકત જાણીને ચોંકી ઉઠશો
ભોજપુરી ફિલ્મોની સૌથી સુંદર અભિનેત્રી આમ્રપાલી દુબે આ દિવસોમાં ચર્ચામાં છે. હાલમાં જ તેની કેટલીક તસવીરો સામે આવી હતી, જેમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. આ તસવીરો સામે આવ્યા બાદ ઘણો વિવાદ થયો હતો. જોકે, પાછળથી ખબર પડી કે આમ્રપાલીનો આ લુક તેની આગામી ફિલ્મનો હતો. ત્યારે હવે આમ્રપાલી દુબેની નવી તસવીરો સામે આવી છે, જેને જોઈને ફેન્સ ચોંકી ગયા છે.
આ તસવીરોમાં આમ્રપાલી દુબે અરવિંદ અકેલા કલ્લુ સાથે દુલ્હનના ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ફોટા જોઈને લાગે છે કે આમ્રપાલીએ અરવિંદ અકેલા કલ્લુ સાથે લગ્ન કરી લીધા છે. સોશિયલ મીડિયા પર આ તસવીર વાયરલ થતાં જ ઘણા લોકોએ આમ્રપાલીના લગ્ન સાચા હોવાનું માની લીધું હતું. અને ઘણા એવું કહી રહ્યા હતા કે આ તેણે શું કર્યુ તેણે 10 નાપાસ જોડે લગ્ન કરી લીધા, જ્યારે તે પોતે ગ્રેજ્યુએટ છે. જો કે, તમને જણાવી દઇએ કે આવું કંઈ નથી, આમ્રપાલીએ લગ્ન નથી કર્યા,
અરવિંદ અકેલા કલ્લુ સાથે વાયરલ થયેલી આ તસવીર તેની ફિલ્મ ‘શાદી મુબારક’ની છે. અરવિંદ અકેલા કલ્લુ અને આમ્રપાલી દુબેની ફિલ્મ શાદી મુબારકનું ટ્રેલર 21 જાન્યુઆરીએ લોન્ચ કરવામાં આવ્યું હતુ. ટ્રેલર લૉન્ચ થતાની સાથે જ તે વાયરલ થઈ ગયું. આ અંગે લોકો 10માં ફેલ અને ગ્રેજ્યુએટની સ્ટોરી બનાવી રહ્યા છે. વાસ્તવમાં, ફિલ્મમાં કલ્લુ 10માં ફેલની ભૂમિકા ભજવી રહ્યો છે, જ્યારે આમ્રપાલી એક શિક્ષિત છોકરીનો રોલ કરી રહી છે, જે ગ્રેજ્યુએટ ડિસ્ટ્રિક્ટ ટોપર છે. ફિલ્મની વાર્તા એક લગ્ન પર આધારિત છે,
જેમાં અરવિંદ અકેલા કલ્લુનો પરિવાર આમ્રપાલી સાથે ખોટી રીતે લગ્ન કરે છે. આ પછી કહાનીમાં ટ્વિસ્ટ આવે છે, જ્યારે આમ્રપાલી દુબેને ખબર પડે છે કે કલ્લુ 10 ફેલ છે. આના પર તે સંબંધ તોડી નાખે છે. આમ્રપાલી દુબેની બ્રાઈડલ આઉટફિટમાં કોઈ તસવીર વાયરલ થઈ હોય તેવું પહેલીવાર નથી થયુ, આ પહેલા પણ તેની ફિલ્મના લગ્નના દ્રશ્યો ઘણી વખત વાયરલ થઈ ચૂક્યા છે.
ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ નિરહુઆ સાથે આમ્રપાલી દુબેના સૌથી વધુ વેડિંગ સીનનો ફોટો વાયરલ થયો છે. આમ્રપાલી દુબેએ તેની સાથે ડઝનેક ફિલ્મોમાં કામ કર્યું છે. આમ્રપાલી તેના અંગત જીવનના કારણે અવાર નવાર ચર્ચામાં રહે છે. લોકો તેનું નામ નિરહુઆ સાથે જોડતા રહે છે. જોકે બંનેએ ઘણી વખત કહ્યું છે કે તેઓ માત્ર સારા મિત્રો છે.