બોલિવૂડમાં એવા ઘણા કલાકારો છે જેમના માતા-પિતાએ એક કરતા વધુ લગ્ન કર્યા છે. તેમાં સની દેઓલના પિતા ધર્મેન્દ્રથી લઈને સલમાન ખાનના પિતા સલીમ ખાન અને આલિયા ભટ્ટના પિતા મહેશ ભટ્ટથી લઇને સારા અલી ખાનના પિતા સૈફ અલી ખાન સુધીના નામ સામેલ છે. ઘણા સાવકા ભાઈ-બહેનો અભિનયની દુનિયા સાથે સંકળાયેલા છે. તો આવો જાણીએ બોલિવૂડના સાવકા ભાઈ-બહેનો સાથે કોનો સંબંધ છે.
ભાઈ-બહેનનો સંબંધ સૌથી અનોખો અને અમૂલ્ય હોય છે. તેઓ એકબીજા સાથે જેટલું લડે છે, તેટલું જ તેઓ પ્રેમ પણ કરે છે. તેઓ એકબીજાની ટાંગ પણ ખેંચે છે, પરંતુ કોઈ બીજું કંઈ કહે તો ઢાલની જેમ એકબીજાની સામે ઊભા રહે છે. ભાઈ કે બહેન શબ્દ જ એક એવી વસ્તુ છે જે કોઈપણ વ્યક્તિને એકબીજા સાથે જોડી શકે છે. આ માટે જરૂરી નથી કે લોહીનો સંબંધ હોવો જોઈએ, ભાઈ-બહેનનો સંબંધ બધા સંબંધોથી ઉપર છે.
સની દેઓલના પિતા ધર્મેન્દ્રએ બીજા લગ્ન ડ્રિમ ગર્લ હેમા માલિની સાથે કર્યા હતા. ધર્મેન્દ્રને હેમા માલિનીથી બે દીકરીઓ છે – ઈશા અને આહાના દેઓલ. ઈશા એક અભિનેત્રી છે. સની દેઓલના બહેન ઇશા સાથેના સંબંધો ક્યારેય બહુ સારા નહોતા પરંતુ તે એટલા ખરાબ નહોતા જેટલા સાવકી મા હેમા માલિની સાથે હતા. ઈશાના લગ્નમાં સની દેઓલ હાજર પણ નહોતો રહ્યો. જો કે, ઘણા સાવકા ભાઇ-બહેનના સંબંધો આજની ઘડીએ ઘણા જ સારા છે.
બોલિવૂડની એ-લિસ્ટ એક્ટર આલિયા ભટ્ટ અને તેની મોટી બહેન પૂજા ભટ્ટ એક ખાસ બોન્ડ શેર કરે છે. હા, બંને સગી બહેનો નથી પરંતુ તેમ છતાં પણ બંને વચ્ચે ગાઢ સંબંધ છે અને આલિયા તેની મોટી બહેન પૂજાની ઘણી સલાહ લે છે. મહેશ ભટ્ટે બે લગ્ન કર્યા હતા. તેમની પહેલી પત્ની કિરણ ભટ્ટથી તેમને બે બાળકો છે
પૂજા અને રાહુલ અને બીજી પત્ની સોની રાઝદાનથી બે દીકરીઓ છે આલિયા અને શાહિન. આલિયા અને રાહુલ ભટ્ટ વચ્ચે વર્ષો સુધી સંબંધો ખરાબ રહ્યા હતા. બંને વચ્ચે ઘણી દૂરી હતી. પરંતુ હવે બંને સારો બોન્ડ શેર કરે છે. કેટલીકવાર મહેશ ભટ્ટના ચારેય બાળકો એક જ ફ્રેમમાં જોવા મળે છે.
બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરની સગી બહેન અંશુલા કપૂર છે, પરંતુ તેની બે સાવકી બહેનો પણ છે. જાહ્નવી કપૂર અને ખુશી કપૂર. અભિનેતા બંને સાથે ખાસ બોન્ડ શેર કરે છે. ખાસ વાત એ છે કે શ્રીદેવીના ગયા પછી અર્જુન બંને બહેનો માટે વધુ જવાબદાર બની ગયો છે.
શાહિદ કપૂરને સગો કોઇ ભાઈ કે બહેન નથી. તેમ છતાં, ઇશાન ખટ્ટર અને સના કપૂર સાથેના તેના સંબંધો ખાસ છે. શાહિદ તેના ભાઈ-બહેનો સાથે ખાસ જોડાણ અનુભવે છે. શાહિદે ઈન્ટરવ્યુમાં ઘણી વખત કહ્યું છે કે જીવનમાં ભાઈ અને બહેનનું વિશેષ મહત્વ હોય છે, તેઓ સાવકા ભાઈ હોય કે સંબંધીઓ હોય તેનાથી કોઈ ફરક પડતો નથી.
બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાનનો સગો ભાઈ ઈબ્રાહિમ અલી ખાન છે, પરંતુ સારા કરીના અને સૈફના પુત્ર તૈમુર અને જૈહ સાથે ખાસ બોન્ડિંગ શેર કરે છે. સારા ઘણીવાર તૈમુર અને જેહ સાથે હેંગઆઉટ કરતી જોવા મળે છે. સારા ઘણીવાર તૈમુર અને જેહ સાથેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરે છે.