31 વર્ષ પહેલા ગુજરાતી યુવતિને દિલ આપી બેઠો હતો સુનીલ શેટ્ટી, લગ્ન કરવા માટે જોવી પડી હતી 9 વર્ષ રાહ..ફિલ્મી છે લવ સ્ટોરી

31 વર્ષ પહેલા જ્યારે ગુજરાતી છોકરીને દિલ આપી બેઠા હતા સુનીલ શેટ્ટી, જાણો કેવી રીતે પેસ્ટ્રી શોપથી શરૂ થયેલી કહાની પહોંચી લગ્ન સુધી

બોલિવુડના અન્ના એટલે કે સુનીલ શેટ્ટીએ હાલમાં જ 23 જાન્યુઆરીના રોજ તેની લાડલી અથિયા શેટ્ટીના લગ્ન સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલ સાથે કરાવ્યા છે. બંને લાબાં સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને તે બાદ હવે તેઓએ તેમના રિલેશનને એક નામ આપી દીધુ છે. ત્યારે સુનીલ શેટ્ટી અને તેની પત્ની માના શેટ્ટીની પણ લવ સ્ટોરી કોઇ ફિલ્મની કહાનીથી ઓછી નથી. આજે અમે તમને કેએલ રાહુલના સસરા અને સાસુમાંની લવ સ્ટોરી વિશે જણાવવા જઇ રહ્યા છે.

જણાવી દઇએ કે, 31 વર્ષ પહેલા સુનીલ શેટ્ટીએ ગુજરાતી છોકરી માના કાદરી સાથે લગ્ન કર્યા હતા. ઘણા ઓછા લોકો જાણે છે કે માના કાદરી એક ગુજરાતી મુસ્લિમ પરિવાર સાથે તાલ્લુક રાખતી હતી. સુનીલ શેટ્ટીના પ્રેમની કહાની એક પેસ્ટ્રી શોપથી શરૂ થઇ હતી. સુનીલે અહીં પહેલીવાર માનાને જોઇ હતી અને તે માનાને પોતાનું દિલ આપી બેઠા હતા. માનાના દિલ સુધી પહોંચવા માટે સુનીલે પહેલા માનાની બહેન સાથે મિત્રતા કરી.

માના સાથેની પહેલી જ મુલાકાતમાં જ સુનીલે મોડું કર્યા વિના તેને પ્રપોઝ કરી દીધું હતું. માનાએ પણ આ પ્રસ્તાવ સ્વીકારી લીધો. બંને અલગ-અલગ ધર્મના હતા. એટલા માટે બંનેના માતા-પિતા તેમના લગ્ન માટે તૈયાર ન હતા. માતા-પિતાના ના પાડ્યા પછી પણ બંનેના પ્રેમમાં કોઈ કમી ન આવી. બંનેએ પોતાના માતા-પિતાને મનાવવાનો પૂરો પ્રયાસ કર્યો અને આ માટે લગભગ 9 વર્ષ લાગ્યાં. આખરે બંનેના માતા-પિતાને ઝુકવું પડ્યું અને 1991માં બંનેએ લગ્ન કરી લીધા.

સુનીલ શેટ્ટી અને માના શેટ્ટીને આ લગ્નથી બે બાળકો અથિયા અને અહાન શેટ્ટી છે. અથિયા અને અહાન બંને બોલિવૂડમાં ડેબ્યૂ કરી ચૂક્યા છે. સુનીલે લગ્ન બાદ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેણે 1992માં આવેલી ફિલ્મ ‘બલવાન’થી ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. માના શેટ્ટી માત્ર એક સફળ બિઝનેસ વુમન નથી પરંતુ તે એક સફળ સામાજિક કાર્યકર અને રિયલ એસ્ટેટની ક્વીન પણ છે. માનાએ તેના પતિ સુનીલ શેટ્ટી સાથે મળીને S2 નામનો રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ શરૂ કર્યો.

જેમાં તેણે મુંબઈમાં 21 લક્ઝરી વિલા બનાવ્યા છે. 6500 ચોરસ ફૂટમાં ફેલાયેલ દરેક વિલા તમામ સુવિધાઓથી સજ્જ છે. આ સિવાય માના શેટ્ટી ‘સેવ ધ ચિલ્ડ્રન ઈન્ડિયા’ નામના એનજીઓ સાથે પણ જોડાયેલી છે. સમયાંતરે તે ભંડોળ એકત્ર કરવા માટે ‘આરાઇશ’ ના નામથી પ્રદર્શનનું પણ આયોજન કરે છે અને જે પૈસા આવે છે તેનો ઉપયોગ છોકરીઓ અને મહિલાઓની જરૂરિયાતો માટે કરવામાં આવે છે.

તે સાથે સાથે એક ડિઝાઇનર પણ છે. તે તેની બહેન સાથે મળીને ‘માના એન્ડ ઈશા’ નામની કપડાની બ્રાન્ડ પણ ચલાવે છે. માનાના પિતા આઈ.એમ.કાદરી જાણીતા આર્કિટેક્ટ છે. તેમણે માત્ર મુંબઈમાં જ નહીં પરંતુ ભારતમાં ઘણા જાણીતા પ્રોજેક્ટ્સમાં કામ કર્યું છે. તેમજ માનાનો ભાઈ પણ આર્કિટેક્ટ છે.

Shah Jina